
બોલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને તેમની પત્ની આલિયા સિદ્દીકીનું નામ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. બંને એ એકબીજા પર ગંભીર આરોપો લગાવી અને ડિવોર્સ લેવાનું નક્કી કર્યું છે. જો કે હાલમાં આલિયા દુબઇમાં છે અને તેના બાળકો પણ ત્યાં જ ભણે છે. ત્યારે આલિયાને દુબઇ સરકારે દેશ છોડવા માટેની નોટીસ મોકલી છે કારણકે તે છેલ્લા ઘણા સમયથી જે ઘરમાં રહે છે તેનું ભાડું ચૂકવી શકી નથી.
7 સપ્ટેમ્બરના રોજ દુબઈના ‘રેન્ટલ ડિસ્પ્યુટ્સ સેન્ટર’ના કેટલાક અધિકારીઓ નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીના ઘરે ખાલી કરવાની નોટિસ લઈને પહોંચ્યા હતા. ભાડું ન ચૂકવવા બદલ તેને દુબઈ સરકાર તરફથી દેશ છોડવા માટેની નોટિસ આપવામાં આવી હતી.
જો કે બંને પતિ પત્ની વચ્ચે ચાલતા ડિસ્પુટના કારણે બોમ્બે હાઈ કોર્ટના આદેશ કર્યો હતો કે આલિયા અને તેના બાળકોનો તમામ ખર્ચ નવાઝુદ્દીનને કરવાનો રહેશે. પરંતુ નવાઝને ભાડું ચૂકવ્યું નહોતું. ત્યારે આલિયાને મળેલી નોટિસમાં જણાવાયું છે કે ભાડાની ચૂકવણી ન કરવાના કારણએ આલિયાએ 27,183.00 દીરહમ આપીને આ ઘર ખાલી કરવું પડશે.
જો આલિયા આ નોટીસનો જવાબ તરત નહી આપે તો દુબઇ સરકાર તેની સામે કાનૂની કાર્યવાહી કરશે. હવે જો આલિયાને દુબઇ છોડવું ના હોય તો ભારતીય દુતાવાસનો સહારો લેવો પડશે.