નરક ચતુર્દશી પર શા માટે ઉજવવામાં આવે છે છોટી દિવાળી?
આ વર્ષે છોટી દિવાળીનો તહેવાર બુધવાર, 30 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. તેને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસે મૃત્યુના દેવતા યમરાજની પૂજાનું વિશેષ મહત્વ છે.
એવું માનવામાં આવે છે કે નરક ચતુર્દશી પર યમરાજની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય ઓછો થાય છે. છોટી દિવાળીના દિવસે 14 દીવા પ્રગટાવવાની પરંપરા છે. આ દિવસને છોટી દિવાળી કેમ કહેવામાં આવે છે, તેની પાછળ એક ખાસ માન્યતા છે. ચાલો આપણે આનું કારણ જાણીએ.
એક દંતકથા અનુસાર આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અત્યાચારી અને દુષ્ટ નરકાસુરનો વધ કર્યો હતો અને નરકાસુરના કેદખાનામાંથી સોળ હજાર અને એકસો કન્યાઓને મુક્ત કરી હતી અને તેમનું સન્માન કર્યું હતું. તેથી આ પ્રસંગે દિવડાઓ પ્રગટાવવામાં આવે છે. એના બીજા દિવસે દિવાળી છે, જ્યારે દિપ પ્રગટાવી ભગવાન રામના અયોધ્યામાં આગમનને વધાવવામાં આવે છે.
અન્ય એક દંતકથા અનુસાર ભગવાન રામના પરમ ભક્ત હનુમાનનો જન્મ આ દિવસે અંજની માતાના ગર્ભથી થયો હતો. તેથી આ દિવસ હનુમાન જયંતિનો દિવસ પણ છે. ભક્તો આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરે છે અને તેમની હિંમત અને શક્તિને યાદ કરે છે.
Also Read – 25 લાખ દિવાઓથી ઝળહળી ઉઠશે અયોધ્યા, બનશે નવો રેકોર્ડ
ઘણા ઘરોમાં આ દિવસે રાતના સમયે ઘરના સૌથી વૃદ્ધ સભ્ય દીવો પ્રગટાવે છે અને તેને આખા ઘરમાં ફેરવે છે અને પછી તેને ઘરની બહાર ક્યાંક દૂર રાખી દે છે. ઘરના બધા સભ્યો ઘરમાં અંદર જ રહે છે અને આ દીવો જોતા નથી. આ દીવાને યમનો દીવો કહેવામાં આવે છે. એવું માનવા માં આવે છે કે તેને ઘરની બહાર મૂકી દેવાથી તમામ. ખરાબીઓ તથા દુષ્ટ શક્તિઓ ઘરની બહાર નીકળી જાય છે.