યુપીએસસીની તૈયારી કરતો સાળો કેમ બની ગયો જીજાનો હત્યારો
ઉત્તરપ્રદેશમાં પોલીસ ઈન્સ્પેક્ટર સતીશ કુમાર સિંહની હત્યાનો મામલો પોલીસ સુલઝાવી રહી છે ત્યારે અમુક એવી વાતો સામે આવી છે જેનાથી પોલીસ ખાતું પણ ચોંકી ગયું છે. દિવાળીના દિવસે જ કારમાં બેસેલા જીજાની ગોળી મારીને હત્યા તેના સાળા દેવેન્દ્રએ કરી હતી. સીસીટીવી કેમેરા અને સઘન પૂછતાછ બાદ મૃતકની પત્ની ભાવના અને સાળા દેવેન્દ્રની ધરપકડ થઈ છે ત્યારે તેમના ખુલાસા ચોંકાવી દેનારા છે. સતીશ સિંહના કુકર્મોએ તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો દાવો આ બન્ને કરી રહ્યા છે. સતીશ સિંહ મહિલાઓનો શોખિન હતો અને ઘરે પણ અલગ અલગ મહિલાઓને લાવી પત્ની અને પુત્રી સામે જ અશ્લીલ હરકતો કરતો હતો. એટલું જ નહીં એકવાર તે કોઈ દલાલને ઘરે લાવ્યો હતો અને પત્નીને પણ તેની સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. તો તે કોઈ ઢોંગી તાંત્રિકની જાળમાં પણ ફસાયો હતો અને એવી છોકરી શોધી રહ્યો હતો જેના શરીર પર કોઈ ડાઘ ન હોય. આ છોકરી તેને ખજાનો અપવાશે તેવી તાંત્રિકની વાત માની તેને આવી છોકરી શોધી હતી અને તે તેને ઘરે પણ લાવ્યો હતો.
જોકે તેનાથી ત્રસ્ત ભાવનાએ ભાઈ દેવેન્દ્રની મદદ લઈ તેને પતાવી નાખ્યાનું હાલમાં જાણવા મળ્યું છે. દેવેન્દ્ર યુપીએસસીની તૈયારી કરતો હતો અને તેણે ખૂબ જ સાવધાનીપૂર્વક આ ઘટનાને અંજામ આપ્યો હતો, પરંતુ પોલીસની ઝપેટમાંથી બચી શક્યો નહીં. છ દિવસની ભારે દોડભાગ બાદ પોલીસે ભાવના અને દેવેન્દ્રને જેલભેગા કર્યા છે ત્યારે હજુ ઘણા રહસ્યો બહાર આવે તેવી સંભાવના છે. આમ બહેનને જીજાજીના ત્રાસથી બચાવવા દેવેન્દ્રએ આ ખોટો રસ્તો અપનાવ્યો અને હવે આખા પરિવાર માટે મુસીબતો ઊભી કરી દીધી.