નેશનલ

કોંગ્રેસના સાંસદ પાસેથી મળેલી રકમ કોની, જવાબ આપો…: ભાજપે સવાલ કર્યો?

નવી દિલ્હી: ઝારખંડમાં કોંગ્રેસના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘરે આવકવેરા વિભાગ (આઈટી)એ દરોડા પાડી 351 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. આ મામલે હવે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ કોંગ્રેસની ટીકા કરી છે. ભાજપ દ્વારા કોંગ્રેસની ઘણી ટીકા કરવામાં આવી રહી છે. હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના અધ્યક્ષ જે. પી. નડ્ડાના નેતૃત્વ હેઠળ લોકસભાના વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કોંગ્રેસ ભ્રષ્ટાચારમાં ડૂબી ગયી હોવાનો આરોપ લગાડ્યો હતો.

જે. પી. નડ્ડાએ કોંગ્રેસ પર ટીકા કરતા કહ્યું હતું કે આ આંકડા ભ્રષ્ટાચારમાં ડૂબેલી કોંગ્રેસ પાર્ટીના કારનામોનો એક નાનો ભાગ છે. સોનિયા અને રાહુલ ગાંધી એનો જવાબ આપવો પડશે કે આ લૂંટેલા પૈસા કોના છે? ભાજપના સભ્યોએ મહાત્મા ગાંધીની પ્રતિમા નજીક આંદોલન કરતાં આરોપી ધીરજ પ્રસાદ સાહુની ધરપકડ કરવાની માંગણી હાથ ધરી હતી. સાહુના ઘરેથી જપ્ત કરવામાં આવેલી રકમ અત્યાર સુધીની સૌથી વધુ હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.

કોંગ્રેસ પાર્ટી અને ભ્રષ્ટાચાર એક જ સિક્કાની બે બાજુ છે. કોંગ્રેસ ભ્રષ્ટાચાર, કમિશનખોરી અને ગુનાખોરી માટે જાણીતી છે. ભ્રષ્ટાચાર એ કોંગ્રેસનો રિવાજ અને નીતિ છે. સાહુ સામેના આ દરોડા એ જ જીવતો પુરાવો છે કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર દ્વારા લોકોના મહેનતના પૈસા જમા કરી રહી છે.

ભાજપની ઈચ્છા છે કે ભાજપ પર વારંવાર ટીકા કરતાં સોનિયા અને રાહુલ ગાંધી આ મળેલા પૈસાનો જવાબ આપે. પીએમ નરેન્દ્ર મોદીની સરકાર આવા ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે. મોદીની સુકાનીમાં જ્યાં સુધી દરેક ભ્રષ્ટાચારીઓને જેલમાં નહીં પુરવામાં આવે ત્યાં સુધી ભાજપ શાંતિથી બેસશે નહીં અને અમે ખોટા કામોને જનતાની સમક્ષ લાવીશું, એમ તેમણે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button