મેક્સિકોની સંસદમાં આ કોના મૃતદેહ જોવા મળ્યા અને કેમ?
એલિયન્સને લઈને જાત જાતના દાવા કરવામાં આવતા હોય છે અને આ બધા વચ્ચે હવે એક ચોંકાવનારી માહિતી એ પણ સામે આવી રહી છે કે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ મંગળ પર એલિયન્સ જોયા હતા, પણ કોઈ ભૂલને કારણે તેમને હત્યા કરી નાખવામાં આવી હતી. હવે મેક્સિકોની સંસદમાં બે મૃતદેહ શોકેસ કરવામાં આવ્યા છે અને આ મૃતદેહ એલિયન્સના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
એલિયન્સ વિશે રિસર્ચ કરી રહેલાં જેમી મૌસને સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે જે મૃતદેહો તમે જોઈ રહ્યા છો એ આશરે એક હજાર વર્ષ જૂના છે અને બંનેને પેરુના કસ્કોથી લાવવામાં આવ્યા હતા. તેમણે એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે ઓટોનોમસ નેશનલ યુનિવર્સિટીમાં આ વિષય પર અભ્યાસ કરી રહેલા વૈજ્ઞાનિકોને રેડિયો કાર્બન ડેટિંગથી ડીએનએનું સેમ્પલ બનાવવામાં સફળતા મળી છે. મેક્સિન મીડિયામાં પ્રકાશિત થયેલાં અહેવાલ અનુસાર વીડિયોને યુએફઓ એન્ડ અનઆઈડેન્ટિફાઈટ એનિમલ્સ ફેનામિના ટાઈટલ હેઠળ દેખાડવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર આ મૃતદેહના કેટલાક વીડિયો સામે આવ્યા છે. જેમાં બે નાની અને બિન માનવી મૃતદેહને બોક્સમાં ડિસ્પ્લેમાં રાખવામાં આવ્યા છે. નિષ્ણાતોએ એવી સાક્ષી પુરાવી હતી કે સેમ્પલ અમારા સ્થાનિક વિકાસનો ભાગ નહોતા.
Scientists unveiling two alleged alien corpses took place in Mexico, which are retrieved from Cusco, Peru. pic.twitter.com/rjfz9IMf37
— Indian Tech & Infra (@IndianTechGuide) September 13, 2023
મૌસને જણાવ્યું હતું કે આ એ પ્રાણી નથી કે જે યુએફઓના કાટમાળ બાદ જોવા મળ્યા હતા. આ મૃતદેહ ડાયટમમાં જોવા મળ્યા હતા અને બાદમાં તેઓ જીવાશ્મ બની ગયા હતા.
મેક્સિકોની સંસદમાં જ્યારે એલિયનના મૃતદેહને દેખાડવામાં આવ્યા એ દરમિયાન એકસ-રેને ખૂબ જ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. જેમાં દુર્લભ ધાતુ પ્રત્યારોપણની સાથે સાથે એક શરીરની અંદર ઈંડા પણ જોવા મળ્યા હતા. આ વખતે અમેરિકન ફોર સેફ એરોસ્પેસના કાર્યકારી નિર્દેશક રયાન ગ્રેવ્સ પણ ઉપસ્થિત હતા.