આમચી મુંબઈટોપ ન્યૂઝનેશનલ

Baba Siddique Murder: લૉરેન્સ બિશ્નોઇના હિટ-લિસ્ટમાં કોણ કોણ?

મુંબઈ: અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાથી ચકચાર મચેલો છે ત્યારે પોલીસ અને તપાસ એજન્સીઓ લૉરેન્સ બિશ્નોઇ ગૅંગની સંડોવણીની તપાસમાં લાગેલી છે. ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મની શૂટિંગ દરમિયાન કાળિયારના શિકારમાં સલમાન ખાનનું નામ સંડોવાયું હતું અને એ બાબતની અદાવત રાખી લૉરેન્સ સલમાન ખાનનું કાસળ કાઢવા માગે છે ત્યારે સલમાન ખાન કે દાઉદ ઇબ્રાહિમથી જોડાયેલી કે તેમની મદદ કરનારી વ્યક્તિઓનો પણ હિસાબ ચૂકતે કરવામાં આવશે તેવી ધમકી કથિતપણે લૉરેન્સ બિશ્નોઇ ગૅંગના સભ્ય દ્વારા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લેનારા શખસે ફેસબુક પોસ્ટ મારફત આપી હતી.

આ પણ વાંચો: બાબા સિદ્દીકી મર્ડર મિસ્ટ્રીઃ રાજકીય કિન્નાખોરી કે ષડયંત્રનો ભોગ?

જેને પગલે હજી પણ લૉરેન્સના નિશાને ઘણા અન્ય લોકો પણ હોવાનું ધ્યાનમાં આવે છે. લૉરેન્સે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઇએ)ને આપેલી માહિતી અનુસાર તેણે એક હિટ-લિસ્ટ તૈયાર કર્યું છે અને તેના હિટ-લિસ્ટમાં રહેલા અનેક લોકો મૃત્યુને પામી ચૂક્યા હોવાનું પણ તેણે પૂછપરછમાં જણાવ્યું હતું.

1) સલમાન ખાન:
Seeing this condition of Salman Khan, fans got worried. Asked what happened?
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન લૉરેન્સની હિટ-લિસ્ટમાં ટોચના ક્રમાંકે છે. ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મના શૂટીંગ દરમિયાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો તેમાં સલમાનની કથિત સંડોવણીને પગલે તે લૉરેન્સના નિશાને આવ્યો હતો. 2018માં અદાલતમાં હાજર થતા વખતે લૉરેન્સે સલમાનને ધમકી આપી હતી. હજી થોડા મહિના પહેલા એપ્રિલમાં જ સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ ખાતે આવેલા ઘરની બહાર ગોળીબાર કરવામાં આવ્યો તે લૉરેન્સ બિશ્નોઇના માણસોએ જ કરાવ્યો હતો. જોકે, આ ઘટનામાં કોઇ જખમી થયું નહોતું.

2) મુનવ્વર ફારુકી:
Munawar Farooqui's life in danger! Immediately returned to Mumbai from a 5 star hotel in Delhi
બિગ-બોસ-17ના વિજેતા તેમ જ 2002માં ગોધરામાં ટ્રેનમાં આગ લગાડી હિંદુ શ્રદ્ધાળુઓને મારી નાખવામાં આવ્યા એ વિશે મજાક કરવા બદલ અને હિંદુ દેવી-દેવતાઓની મજાક કરવા બદલ વિવાદમાં સપડાયેલો મુનવ્વર ફારુકી પર લૉરેન્સ બિશ્નોઇના નિશાને હોવાના અહેવાલ છે. તે દિલ્હીમાં એક ઇવેન્ટમાં ગયો ત્યારે લૉરેન્સના બે માણસો તેનો પીછો કરી રહ્યા હતા. જોકે ગુપ્તચર સંસ્થાઓના અહેવાલના પગલે તેમની યોજના સફળ થઇ શકી નહોતી. ફારુકીને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મુંબઈ પાછો લાવવામાં આવ્યો હતો.

3) શગનપ્રીત સિંહ:

હવે બિશ્નોઇ ગૅંગનો બીજો ટાર્ગેટ શગનપ્રીત સિંહ છે જે હત્યા કરાયેલા પંજાબી સિંગર સિધ્ધુ મુસેવાલાનો મેનેજર છે. શગનપ્રીતે લૉરેન્સના સાથીદાર વીકી મીડ્ડુખેરાને શરણ આપી હોવાનું લૉરેન્સ માને છે. જેને પગલે વીકીને પોતાનો મોટો ભાઇ માનતો લૉરેન્સ શગનપ્રીતને મોતને ઘાટ ઉતારવા માગે છે.

4) મનદીપ ધારીવાલ

મનદીપ ફરાર ગેંગસ્ટર ગૌરવ પડિયાલ ઉર્ફ લકી પડિયાલનો સાથીદાર છે. વીકીના જ હત્યારાઓને સાથ આપી તેમની મદદ કરવા બદલ મનદીપ લૉરેન્સના રડાર પર આવ્યો છે. ગૌરવ દવિંદર બાંભિયા ગૅંગનો મુખ્ય સભ્ય છે.

5) કૌશલ ચૌધરી

ખતરનાક ગૅંગસ્ટર કૌશલ ચૌધરી હાલ ગુરુગ્રામ જેલમાં છે અને તે બાંભીયા ગૅંગનો સભ્ય તેમ જ લૉરેન્સનો ખાસ સાથીદાર છે. વીકીની હત્યા કરનારાઓને હથિયાર કૌશલે જ પૂરા પાડ્યાં હોવાનું કહેવાય છે. જેને પગલે લૉરેન્સ કૌશલને પતાવવા માટે રઘવાયો છે.

6) અમિત ડાગર
અમિત ડાગર લૉરેન્સની ગૅંગનો હરીફ છે અને તે હાલ જેલમાં છે. તે વીકીની હત્યામાં સંડોવાયેલો હતો અને કૌશલ ચૌધરીનો પણ ખાસ માણસ છે. તેણે સાત જણની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે અને 12 કરતાં વધારે ખંડણીના કેસમાં સંડોવાયેલો હોવાનું પણ કબૂલ્યું છે. 2018માં ગુરુગ્રામમાં એક શૂટઆઉટ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker