
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સોમવારે કહ્યું હતું કે દેશ વિકાસ ત્યારે જ કરી શકે જયારે દરેક લોકો સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે. અને તે મોદીની ગેરેંટી છે કે છેવાડાના લોકો સુધી પણ સરકારી યોજનાઓનો લાભ મળી રહે. ત્રેતા યુગની વાત કરતા કહે છે કે રાજા રામ કથા હોય કે પછી ‘રાજ કથા’ તે ગરીબ, વંચિત અને જનજાતીય લોકોના કલ્યાણ વગર ક્યારેય સમભાવ નથી થતી.
પીએમ મોદીએ કહ્યું હતું કે તેમના નેતૃત્વવાળી સરકાર આ જ વિચારધારા સાથે આગળ વધીને કામ કરી રહી છે. અને તેનું જ આ ફળ છે કે જે સમુહને ક્યારેય કોઈએ પૂછ્યું નથી! તેને આજે મોદી પૂછે પણ છે અને પૂજે પણ છે.
પ્રધાનમંત્રી આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જનમન) હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના એક લાખ લાભાર્થીઓને રૂ. 540 કરોડનો પ્રથમ હપ્તો જાહેર કર્યા પછી વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમના સંબોધનમાં, પીએમ મોદીએ એમ પણ કહ્યું કે તેમની સરકારના 10 વર્ષ ગરીબોને સમર્પિત કર્યા.
તેમના સંવાદમાં તેઓ વધુ જણાવે છે કે અમારી સરકારનો પૂર્ણ પ્રયાસ છે કે કોઈ પણ લાભાર્થી તેમની કલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રહી જાય. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉલ્લેખ કરતા PM મોદીએ રામાયણના પ્રમુખ પાત્રોમાંના એક શબરીને યાદ કાર્ય અને કહ્યું કે આ દિવસોમાં તેને પણ 11 દિવસ વ્રત-અનુષ્ઠાનનો એક સંકલ્પ કર્યો છે અને આ સમય દરમ્યાન તે ભગવાન શ્રી રામનું ધ્યાન અને સ્મરણ કરશે.
તેમણે કહ્યું હતું કે જયારે પણ પ્રભુ રામનું સ્મરણ થાયછે ત્યારે માતા શબરીનું સ્મરણ થવું ખુઅબજ સ્વાભાવિક છે. શ્રી રામની કથા માતા શબરી વિના શક્ય નથી. અયોધ્યાથી જયારે રામ નીકળ્યા હતા ત્યારે તે રાજકુમાર હતા અને મર્યાદા પુરુષોતમના રૂપમાં આપણે ને મળ્યા છે. કરણ કે માતા શબરી છે, કેવટ છે, નિષાદ છે, ના જાણે કેટ કેટલાય લોકોના સાનિધ્યએ રાજકુમાર રામને પ્રભુ રામ બનાવી દીધા.
વડા પ્રધાને કહ્યું હતું કે સરકારી યોજનાઓ સૌથી પછાત આદિવાસી લોકો સુધી પહોંચવી જોઈએ, આ પીએમ-જનમન મહા અભિયાનનો ઉદ્દેશ્ય છે. તેમણે કહ્યું હતું કે સરકારની દરેક યોજના આપણા સૌથી પછાત આદિવાસી ભાઈઓ અને બહેનો સુધી શક્ય તેટલી વહેલી તકે પહોંચે તે માટે સરકાર તેના તમામ પ્રયાસો કરી રહી છે. હવે મારા અતિ પછાત ભાઈ-બહેનોમાંથી કોઈ પણ સરકારી યોજનાના લાભોથી વંચિત નહીં રહે.
તેમણે કહ્યું, “પહેલાં, સરકારી યોજનાઓ માત્ર કાગળ પર જ ચાલતી હતી અને ખરેખર લાભાર્થીઓને પણ ખબર ન હતી. જો તેમને ખબર પડી જાય તો પણ તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. હવે પીએમ-જનમન મહાઅભિયાનમાં, અમારી સરકારે આવા તમામ નિયમોમાં ફેરફાર કર્યા છે જેનાથી તેમણે મુશ્કેલી થતી હતી.
તેમણે કહ્યું કે અનુસૂચિત જનજાતિ (ST) માટે ઘણી કલ્યાણકારી યોજનાઓનું બજેટ પાંચ ગણું વધ્યું છે અને આદિવાસી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ છેલ્લા 10 વર્ષમાં અઢી ગણી વધી છે. તેમણે કહ્યું કે તેમના માટે 500 થી વધુ એકલવ્ય મોડલ શાળાઓ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જ્યારે અગાઉ આવી માત્ર 90 શાળાઓ હતી.
તેનો ઉદ્દેશ્ય સૌથી સંવેદનશીલ આદિવાસી સમૂહોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાનો છે. આમાં સલામત આવાસ, પીવાનું સ્વચ્છ પાણી, ઉચ્ચ શિક્ષણ, આરોગ્ય અને પોષણ, વીજળી, રસ્તા અને સંદેશાવ્યવહાર અને ટકાઉ આજીવિકાની તકો જેવી સુવિધાઓ પૂરી પાડવાનો સમાવેશ થાય છે.