નેશનલ

કોણ લેશે આનંદીબેનની જગ્યાઃ રાજ્યપાલની રેસમાં આ નેતાઓના નામ મોખરે

અમદાવાદઃ Gujarat ex chief Minister આનંદી બહેન પટેલનો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે, ત્યારે તેમનું સ્થાન ગુજરાતના જ કોઈ નેતા લેશે, તેવી અટકળો વહેતી થઈ છે.

વર્ષ 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા અને ભાજપની સરકાર કેન્દ્રમાં સત્તામાં આવી. ત્યારબાદ 2014માં જ ગુજરાતના સિનિયર નેતા વજુભાઇ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવ્યા હતા. બાદમાં 2018માં ગુજરાતનાં પહેલા મહિલા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને મધ્યપ્રદેશનાં રાજ્યપાલ બનાવ્યાં હતાં. પછી 2019માં આનંદીબેન પટેલને જ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ બનાવાયાં હતાં. 2021માં ગુજરાતના જ મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના ગવર્નર બનાવાયા હતા. આમ નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતના ત્રણ નેતાઓને રાજ્યપાલ પદ મળ્યું હતું. હવે આનંદીબહેનનો કાર્યકાળ પૂરો થાય છે.

હવે આનંદીબહેનનું સ્થાન કયા નેતા લેશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. આ રેસમાં ગુજરાતના ત્રણ દિગ્ગજ નેતાઓના નામ લેવાઈ રહ્યા છે. જેમાં શિક્ષણ પ્રધાન રહી ચૂકેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, નાયબ મુખ્ય પ્રધાન રહી ચૂકેલા નીતિન પટેલ, અને રાજયના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા વિજય રૂપાણીના નામ ચર્ચામાં છે.

ભાજપશાસિત રાજ્યોમાં ગુજરાતના નેતાઓની રાજ્યપાલપદે નિયુક્તિ થતી આવી છે. ગુજરાતમાં નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી સંપૂર્ણ રીતે પરિચિત છે. સાથે સાથે મોદી પણ ગુજરાતના નેતાઓની રાજકીય કુનેહથી વાકેફ હોવાથી કામગીરીમાં સરળતા પડે છે. આનંદીબેન પટેલ અને વજુભાઇ જેવા સિનિયર આગેવાનોની રાજ્યપાલ તરીકેની કામગીરી પણ સરળતાથી પૂરી થઈ હોવાથી નરેન્દ્ર મોદીની સરકાર ગુજરાતના બીજા નેતાઓને પણ તક આપશે.

જોકે કૉંગ્રેસના શાસન દરમિયાન પણ ગુજરાતના નેતાઓએ અન્ય રાજ્યોમાં રાજ્યપાલની જવાબદારી નિભાવી છે. અત્યાર સુધીમાં દેશમાં 13 ગુજરાતી નેતાએ આ પદ મેળવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button