ટોપ ન્યૂઝનેશનલ

Hindenburg ભારતમાં હવે કોને નિશાન બનાવશે ? શેર માર્કેટ પર પડી શકે છે મોટી અસર

નવી દિલ્હી : ભારતના બીજા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી જૂથને હચમચાવી નાખનાર અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ(Hindenburg)રિસર્ચે ફરી એકવાર મોટી ચેતવણી આપી છે. જોવાનું એ રહે છે કે આ વખતે તેમનું નિશાન કોણ હશે? હિંડનબર્ગ રિસર્ચે 10 ઓગસ્ટની સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ કરી હતી. આમાં તેણે લખ્યું છે કે, ‘ભારત માટે ટૂંક સમયમાં કંઈક મોટું થશે.’ જેની બાદ એવી અટકળો ચાલી રહી છે કે હિંડનબર્ગ ફરી એક મોટો રિપોર્ટ આપવા જઈ રહ્યું છે.

એકવાર ભારતને લઈને મોટી ચેતવણી

24 જાન્યુઆરી 2023 એ ભારતના ઈતિહાસમાં એવી તારીખ છે જેણે દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણીને હચમચાવી નાખ્યા હતા. તે જ દિવસે એક અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેની બાદ માત્ર અદાણી ગ્રૂપની કંપનીઓના શેર જ નહીં પરંતુ સમગ્ર શેરબજાર હચમચી ગયું હતું. હવે આ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ફરી એકવાર ભારતને લઈને મોટી ચેતવણી આપી છે.

હિંડનબર્ગની જ વિશ્વસનીયતા પર પ્રશ્ન

આ સ્થિતિમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે હિંડનબર્ગનું લક્ષ્ય કોણ છે. તેમની આ પ્રકારની ચેતવણી શેરબજારમાં રોકાણકારોના સેન્ટિમેન્ટને ચોક્કસપણે અસર કરશે. એટલું જ નહીં કેટલાક લોકો હિંડનબર્ગની જ વિશ્વસનીયતા પર પ્રશ્ન કરી રહ્યા છે. હિંડનબર્ગ રિસર્ચની પોસ્ટ પર સામાન્ય લોકોની ટિપ્પણીઓ પરથી પણ આ જાણી શકાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button