નેશનલ

કોરોના કરતા પણ 20 ગણી મોટી બીમારી? 5 કરોડ લોકોનું થઇ શકે છે મૃત્યુ: WHO એ જાહેર કર્યું એલર્ટ

મુંબઇ: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વિશ્વમાં ફરી એક ગંભીર બીમારીનો સંકેત આપ્યો છે. આ નની બીમારીનું નામ એક્સ છે અને તેને કારણે 5 કરોડ લોકોનું મૃત્યુ થઇ શકે છે એવી શંકા WHO એ વ્યક્ત કરી છે. કોરોનાએ આખા વિશ્વને હચમચાવી દીધો હતો. ત્યારે હવે WHO એ ફરી એકવાર આખા વિશ્વમાં એક મોટી બીમારીના સંકેત આપ્યા છે. જેને કારણે આખા વિશ્વમાં મોટી તારાજી થઇ શકે છે.

ડિસીઝ X કોરોના કરતાં 20 ગણો મોટો છે. WHOના અધ્યક્ષ ડૉ. ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે કહ્યું કે, ડીસીઝ X ક્યારે પણ આવી શકે છે. આમા લાખો લોકોનું મૃત્યુ થઇ શકે છે. આ ખૂબ જ ઘાતક બિમારી છે અને તેને ટાળવા માટે સાયન્ટીસ્ટ રસી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.


WHO એ કહ્યું કે, કોરોનાને કારણે લગભગ 25 લાખ લોકોના મૃત્યુનો અંદાજો છે. જોકે આ નવી બિમારી તેના કરતાં પણ વધુ ઘાતક છે. અને તેને કારણે લગભગ 5 કરોડ લોકોનું મૃત્યુ થવાની શક્યતાઓ છે.


વર્લ્ડ હેલ્થ એક્સપર્ટ્સ આ બીમારી અંગે જણાવે છે કે, ડીસીઝ Xને કારણે સ્પેનીશ ફ્લૂ જેવો વિનાશ થવાની શક્યતાઓ છે. 1918-1920માં સ્પેનીશ ફ્લૂને કારણે આખા વિશ્વમાં 5 કરોડથી વધુ લોકોનું મૃત્યુ થયું હતું.


યુકે વેક્સીન ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કેટ બિંઘમે કહ્યું કે, આવી મહામારીમાં લાખો લોકોનો જીવ જતો હોય છે. પહેલાં વિશ્વ યુદ્ધમાં સ્પેનીશ ફ્લૂને કારણે અકાળે મૃત્યુ પામનારાઓની સંખ્યા બમણી છે. તેમણે કહ્યું કે હવે પહેલાં કરતાં વધુ વાઇરસ છે અને તેના વેરીયન્ટ પણ ઘણાં છે. ભલે બધા જ વેરિયન્ટ ચેપી ન હોય પણ તેઓ આગળ જતાં અન્ય ચેપી રોગોનું કારણ બનતા હોય છે. આવા 25 રોગો છે.


WHO એ કહ્યું છે કે, નવી બીમારીથી લોકોને બચાવવાની જરુર છે. આ તમામ ચેપી રોગ છે. જેમાં ઇબોલા વાઇરસ, મારબર્ગ, સિવિયર એક્યુટ રેસ્પરેટરી સિન્ડ્રોમ, કોવિડ-19, ઝિંક, મિડલ ઇસ્ટ રેસ્પરેટરી સિન્ડ્રોમ જેવા નવા રોગોનો સમાવેશ છે.


આ તમામ રોગોમાં X આ રોગ સૌથી ઘાતક માનવામાં આવી રહ્યો છે. હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે કોરોના પહેલાં પણ આ બીમારી ફેલાઇ હતી. જેને કોરોના નામ આપવામાં આવ્યું હતું. આ શબ્દ વાપરવામાં આવી રહ્યો છે કારણ કે બીમારીની શોધ થતાં જ તેને નામ આપી શકાશે. આ એક પ્રકારનો પ્લેસ હોલ્ડર છે.


સાયન્સમાં અજાણી બીમારી માટે X આ શબ્દ વાપરવામાં આવે છે. હાલમાં એક્સપર્ટ્સને આ રોગનું સ્વરુપ અને પ્રકાર અંગે કોઇ જાણકારી નથી. તેથી તેને ડીસીઝ એક્સ એવું નામ આપવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker