નેશનલસ્પેશિયલ ફિચર્સ

Nita Ambani નહીં પણ આ મહિલા સાથેની Mukesh Ambaniની સેલ્ફીની ચર્ચા પડોશી દેશ Pakistanમાં?

દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાંથી એક એવા મુકેશ અંબાણી (Buisnessman Mukesh Ambani) સામાન્યપણે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે, પણ જ્યારે પણ તેઓ લાઈમલાઈટમાં આવે ત્યારે તેની નોંધ ચોક્કસ લેવાય છે.
હવે મુકેશ અંબાણીની એક મહિલા સાથેની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. પરંતુ સેલ્ફીમાં મુકેશ અંબાણી સાથે જોવા મળી રહેલી મહિલા પત્ની નીતા અંબાણી (Nita Ambani) નથી. એટલું જ નહીં મુકેશ અંબાણીની આ સેલ્ફીની ચર્ચા જ ભારત જ નહીં પણ પડોશી દેશ પાકિસ્તાનમાં થઈ રહી છે.

ચાલો જોઈએ કોણ છે આ મહિલા અને પાકિસ્તાન સાથે શું છે એનું કનેક્શન- મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો ફોટોમાં દેખાઈ રહેલી માહિલાનું નામ શર્મિલા ફારુખી છે અને તે બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાની પીપલ્સ પાર્ટી (PPP)ની નેતા છે. આ ફોટોમાં શર્મિલાની સાથે તેના પતિ હસન શેખ અને સંતાન પણ છે. આ ફોટો પેરિસમાં આવેલા ડિઝનીલેન્ડના છે. ભારત જ નહીં પણ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિમાંથી એક એવા મુકેશ અંબાણી- નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani) હાલમાં દીકરી ઈશા અંબાણી (Isha Ambani)સાથે હાલમાં ફ્રાન્સની રાજધાનીમાં છે.

| Also Read: Anant Ambaniએ લગ્નમાં પહેરેલી ખાસ વસ્તુનું Nita Ambani સાથે છે ખાસ કનેક્શન…

આ ફોટો સોશિયલ મીડિયા પર ત્યારે વાઈરલ થવા લાગ્યો જ્યારે શર્મિલા ફારુખીએ તેને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ ફોટોના કેપ્શનમાં શર્મિલાએ લખ્યું હતું કે મુકેશ અંબાણી સાથે. આ સેલ્ફીમાં મુકેશ અંબાણી પોતાની ગ્રાન્ડ ડોટર સાથે જોવા મળી રહ્યા છે. મુકેશ અંબાણી અને પાકિસ્તાની મહિલા નેતા ડિઝનીલેન્ડ ફરવા માટે ગયા હતા એ સમયે આ સેલ્ફી ક્લિક કરવામાં આવી હતી. શર્મિલાએ ઈશા અંબાણી સાથે પણ સેલ્ફી ક્લિક કરાવી હતી.

વાત કરીએ શર્મિલા ફારુખીની તો તે બિલાવલ ભુટ્ટો જરદારીની પાકિસ્તાન પિપલ્સ પાર્ટી સાથે સંકળાયેલાં છે અને તેમનો જન્મ 25મી જાન્યુઆરી, 1978ના થયો હતો. શર્મિલા જ નહીં પણ તેનો આખો પરિવાર લાંબા સમયથી રાજકારણ સાથે જોડાયેલો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ