ટોપ ન્યૂઝનેશનલ

Lok Sabha Election Result: 25 વર્ષની આ છોકરી ભારતની સૌથી યુવા સાંસદ બની….

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Lok Sabha election result)ના પરિણામો રસપ્રદ રહ્યા છે. બિહારના સમસ્તીપુર(Samastipur)થી ભારતને તેના સૌથી યુવા સાંસદ મળ્યા છે. લોક જનશક્તિ પાર્ટી (LJP)ના તરફથી 25 વર્ષીય શંભવી ચૌધરી(Shambhavi Choudhary) બિહારની સમસ્તીપુર બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ભારતની સૌથી યુવા સંસદ સભ્ય બન્યા છે. શંભવીએ કોંગ્રેસના ઉમેદવાર સન્ની હજારીને 187251 મતોથી હરાવ્યા હતા.

જીત બાદ શાંભવી ચૌધરીએ કહ્યું કે “હું સમસ્તીપુરના લોકોને મારી શુભેચ્છાઓ આપું છું. તેમણે સાચો નિર્ણય લીધો છે, અને હું તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયત્ન કરીશ. સમસ્તીપુરે મને મોટી જીત અપાવી છે, અને હું માનું છું કે લોકોએ તેમના હૃદયમાં મને સ્થાન આપ્યું. મેં કહ્યું હતું કે હું એક દીકરી તરીકે આશીર્વાદ લેવા આવી છું અને આજે લોકોએ મને તેમની દીકરી તરીકે મને સ્વીકારી છે.”

શાંભવી ચૌધરીની ઉંમર માત્ર 25 વર્ષની છે, તેના પિતા અને દાદા રાજકરણમાં અગ્રણી રહ્યા છે. શાંભવી ચૌધરીના પિતા અશોક ચૌધરી જેડીયુના નેતા છે, તેઓ નીતીશ કુમારની કેબિનેટના સૌથી પ્રભાવશાળી પ્રધાનોમાંના એક છે. અશોક ચૌધરી પિતા કોંગ્રેસ છોડી JD(U)માં જોડાયા હતા.

શાંભવી ચૌધરીના સ્વર્ગસ્થ દાદા મહાવીર ચૌધરી પણ કોંગ્રેસના સભ્ય હતા. બિહારમાં પાર્ટીનું શાસન હતું ત્યારે તેઓ રાજ્યકક્ષાના પ્રધાન હતા.

બિહારમાં એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંભવી ચૌધરીની પ્રશંસા કરી હતી. શાંભવી ચૌધરીએ એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને હંમેશા રાજકારણમાં રસ હતો.

શાંભવી ચૌધરીએ પ્રતિષ્ઠિત દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી માસ્ટર્સ ઓફ આર્ટસ (સમાજશાસ્ત્ર) કર્યું છે. તે સામાજિક કાર્યકર્તા અને ભૂતપૂર્વ IPS અધિકારી આચાર્ય કિશોર કુણાલની પુત્રવધૂ છે. શાંભવીએ સાયાન કુણાલ સાથે લગ્ન કર્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત