ટોપ ન્યૂઝનેશનલ

કોણ છે ઇટલીના પીએમ જ્યોર્જિયા? જેની ખૂબ ચર્ચા થઈ રહી છે

નવી દિલ્હીઃ G20 સમિટ ભારતમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20નું આગામી પ્રમુખપદ બ્રાઝિલને સોંપ્યું છે. નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભારતની અધ્યક્ષતામાં સમિટ યોજાઈ હતી. આજે તેનો બીજો દિવસ હતો. તેમાં ભાગ લેવા માટે વિશ્વભરના નેતાઓ આવ્યા હતા. ભારત આવનારા મહેમાનોમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનથી લઈને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો સમાવેશ થાય છે, પરંતુ આ બધા વચ્ચે ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી. લોકો તેમની સુંદરતા પર વારી ગયા છે.

રાજઘાટ પર પીએમ મોદી સાથે મેલોનીનો ફોટો પણ વાઇરલ થયો છે. મેલોનીનો ભારત પ્રત્યેનો પ્રેમ અનન્ય છે. લોકો તેમના વખાણ કરતા થાકતા નથી. તેમના ઘણા મીમ્સ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં તેઓ પીએમ મોદી સાથે હાથ મિલાવીને વાત કરતા જોવા મળી રહ્યા છે. એમનો એક વીડિયો પણ વાઇરલ થયો છે, જેમાં તેઓ પીએમ મોદીના વખાણ કરતા પણ જોવા મળ્યા હતા. આ વીડિયો હાલમાં ઘણો શેર થઇ રહ્યો છે.

જી-20ના સમાપન બાદ મેલોનીએ કહ્યું હતું કે, ‘અમારી સરકાર ભારત સાથેના સંબંધોને વધુ આગળ વધારશે. હું દૃઢપણે માનું છું કે બંને દેશ સાથે મળીને ઘણું બધુ કરી શકે એમ છે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે લોકપ્રિયતાની બાબતમાં મોદીજીની બરાબરી કરવી લગભગ અશક્ય છે, કારણ કે મોદી વિશ્વમાં સૌથી વધુ પસંદ કરાયેલ વ્યક્તિ છે.

મેલોની દેખાવમાં જેટલા સુંદર છે, એટલા જ લોકપ્રિય પણ છે. ઇટલીમાં તેઓ ખૂબ જ નાની ઉંમરે લોકોમાં પ્રખ્યાત થઈ ગયા હતા. તેમના મંતવ્યો અને નિવેદનો દરરોજ સમાચારોમાં છપાતા. સૌથી મહત્વની વાત એ છે કે મેલોની ઈટાલીના પ્રથમ મહિલા વડાપ્રધાન છે. તેઓ અત્યંત જમણેરી નેતા છે. તેમણે ગયા વર્ષે જ ચૂંટણી જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેઓ જમણેરી પાર્ટી ‘બ્રધર્સ ઓફ ઈટલી’ સાથે સંબંધ ધરાવે છે. યુરોપના અન્ય દેશોની સાથે જમણેરી પક્ષને ઇટલીમાં પણ નોંધપાત્ર સફળતા મળી.

જ્યોર્જિયા મેલોની પર LGBT વિરોધી, ફાસીવાદી અને ઇસ્લામોફોબિક હોવાનો આરોપ છે. જોકે, તેઓ આ વાતને નકારે છે અને પોતાની ઇમેજ સુધારવા માટે પણ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે તેમની પાસે પુતિનને મળવાનો સમય નથી. તેમણે નાટો માટે સમર્થન પણ વ્યક્ત કર્યું હતું. અલબત્ત, મેલોની રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનને ટેકો આપે છે, પરંતુ સ્થાનિક સરકારમાં તેમના જોડાણમાંના બંને પક્ષો રશિયા સાથે ઊંડા સંબંધો ધરાવે છે.

મેલોનીએ LGBT અધિકારો વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે. આ સાથે તેઓ મુસ્લિમોને લઈને આપેલા નિવેદનોને કારણે પણ વિવાદોમાં રહ્યા છે. અલબત્ત તેઓ પોતાને ફાસીવાદી ગણાવવાનો વિરોધ કરે છે, પરંતુ તેઓ પોતાની જાતને મુસોલિનીની વારસદાર ગણાવે છે.

જ્યોર્જિયા મેલોની 2008માં 31 વર્ષની વયે ઈટલીના સૌથી નાની વયના મંત્રી બન્યા હતા. ચાર વર્ષ બાદ એટલે કે 2012માં તેમણે બ્રધર્સ ઓફ ઈટાલી પાર્ટીની રચના કરી. કિશોર વયે તેઓ નિયો-ફાસીસ્ટ ચળવળમાં જોડાયા હતા, જેને પૂર્વ ઇટાલિયન સરમુખત્યાર બેનિટો મુસોલિનીના સમર્થકો દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ 2021માં મેલોનીનું પુસ્તક આવ્યું. તેનું નામ ‘આઈ એમ જ્યોર્જિયા’ હતું. પુસ્તકમાં પણ તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ફાસીવાદી નથી.

મિલોનીની પ્રાથમિકતા અલગ છે. તેઓ એલજીબીટી લોબીનો ખુલ્લેઆમ વિરોધ કરે છે. ઇસ્લામી આતંકવાદને અંકુશમાં લેવા માટે મુસ્લિમ ઇમિગ્રેન્ટ્સ સામે પણ તેમનો વિરોધ છે. ઇસ્લામિક આતંકવાદને અંકુશમાં લેવા માટે મુસ્લિમ ઇમિગ્રેન્ટ્સનો વિરોધ જરૂરી હોવાનું તેમનું માનવું છે. તેમણે મુસ્લિમ ઈમિગ્રન્ટ્સને ઈટાલી માટે ખતરો ગણાવ્યા છે. આ કારણે તેઓ વિવાદોમાં ફસાઈ ગયા હતા.

‘ઇટલી બ્રધર્સ’ને છેલ્લી ચૂંટણીમાં 4 ટકા વોટ મળ્યા હતા, જ્યારે આ ચૂંટણીમાં તેમને 26 ટકા વોટ મળ્યા હતા અને તે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. તેમને સ્પષ્ટ બહુમતી નહોતી મળી તેથી તેમણે અન્ય પક્ષો સાથે જોડાણ કરીને સરકાર બનાવી હતી. છેલ્લા 4 વર્ષમાં મેલોનીની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…