VIDEO: કોણ છે હરિયાણાના રામપાલ કશ્યપ? કે જેમને પીએમ મોદીએ પહેરાવ્યા જૂતા..

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ડૉ. બી. આર. આંબેડકરની જન્મજયંતિ પર હરિયાણાની મુલાકાતે હેટ અને તેમણે અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતુ. તેમણે મહારાજા અગ્રસેન એરપોર્ટથી અયોધ્યાની પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટને લીલી ઝંડી આપી હતી. ત્યા જનસભાને સંબોધન કરતાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારબાદ વડા પ્રધાન યમુના નગર પહોંચ્યા હતા અને જ્યાં તેમણે રામપાલ કશ્યપ નામના વ્યક્તિને જૂતા પહેરાવીને સન્માનિત કર્યા હતા.
PM મોદીએ શેર કર્યો વીડિયો
આજે 14 એપ્રિલના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના યમુનાનગરમાં રામપાલ કશ્યપ નામના વ્યક્તિને મળ્યા હતા અને તેઓને જૂતા પણ પહેરાવ્યા હતા. વડા પ્રધાન મોદીએ આ મુલાકાતનો વીડિયો ટ્વિટર પર પણ શેર કર્યો હતો.

હું તમારા પ્રેમની કદર કરું છું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે લખ્યું, “યમુનાનગરમાં આજની જાહેર સભામાં હું કૈથલના રામપાલ કશ્યપજીને મળ્યો. તેમણે 14 વર્ષ પહેલાં શપથ લીધા હતા કે હું પીએમ બન્યા અને મારી સાથે મુલાકાત કર્યા બાદ જ તેઓ જૂતા પહેરશે. હું રામપાલજી જેવા લોકોને નમન કરું છું અને તેમનો સ્નેહ પણ સ્વીકારું છું, પરંતુ હું એવા બધા લોકોને વિનંતી કરવા માંગુ છું જેઓ આવા શપથ લે છે, હું તમારા પ્રેમની કદર કરું છું… કૃપા કરીને સામાજિક કાર્ય અને રાષ્ટ્ર નિર્માણ સાથે સંબંધિત કોઈ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો!”
પીએમ મોદીએ કહ્યું હવે આવી પ્રતિજ્ઞા ન લેવી
રામપાલ કશ્યપ હરિયાણાના કૈથલ જિલ્લાના રહેવાસી છે. તેમણે 14 વર્ષ પહેલાં એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન ન બને અને જ્યાં સુધી તેઓ પોતે પીએમ મોદીને ન મળે ત્યાં સુધી તેઓ જૂતા નહીં પહેરે. આજે વડા પ્રધાન મોદી તેમને મળ્યા હતા અને પોતાના હાથે તેમના જૂતા પર જૂતા પહેરાવ્યા હતા. જોકે જ્યારે પીએમ મોદી રામપાલને જૂતા પહેરાવતા હતા, ત્યારે તેમણે તેમને કહ્યું કે ભવિષ્યમાં ક્યારેય આવી પ્રતિજ્ઞા ન લે.