નેશનલ

રાજકીય પાર્ટીઓને ચૂંટણી લડવા માટે કોણ ફંડ આપે છે? અદાણી અને અંબાણી તો લિસ્ટમાં પણ…

નવી દિલ્હીઃ ભારતમાં એક બે નહીં પરંતુ અનેક રાજકીય પાર્ટીઓ છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, ટીએમસી અને શિવસેના સહિત અનેક પાર્ટીઓ ચૂંટણી લડે છે. પરંતુ શું તમને ખબર છે આ દરેક પાર્ટીને ક્યાંકને ક્યાંકથી તો ફંડ આવે જ છે. 2023-24ની વાત કરવામાં આવે તો, ચૂંટણી ફંડમાં સૌથી વધુ ફાયદો ભારતીય જનતા પાર્ટી (BJP) ને થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીને 2243.94 કરોડ રૂપિયાનું પાર્ટી ફંડ આવ્યું હતું.

ભાજપે આ છ પાર્ટીના ફંડ કરતા છ ઘણું વધારે ફંડ મેળવ્યું

ઉલ્લેખનીય છે કે, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા બહાર પાડવામાં આવેલા એક નવા અહેવાલ પ્રમાણે કોંગ્રેસ પાર્ટી 281.48 કરોડ રૂપિયાના દાનની સાથે બીજા ક્રમે હતી. ભારતીય જનતા પાર્ટીએ 2023-24 માં ચૂંટણી ફંડ બાબતે કોંગ્રેસ, આપ, એનપીઈપી અને સીપીઆઈના ચૂંટણી ફંડ કરતા છ ઘણું વધારે ફંડ મેળવ્યું છે. એટલું જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે અમીર પાર્ટી કહેવામાં આવે છે. આકંડાની વાત કરવામાં આવે તો ભારતની રાષ્ટ્રીય રાજકીય પાર્ટીઓએ 2023-24 માં કુલ 20 હજારથી વધારેનું ફંડ મેળવ્યું હોય તે પાર્ટીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

ફંડ બાબતો કોંગ્રેસ પાર્ટી દેશમાં બીજા ક્રમે આવી

કોંગ્રેસની વાત કરવામાં આવે તો, નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન કોર્પોરેટ/વ્યવસાયિક ક્ષેત્રો તરફથી કુલ ₹190.3 કરોડનું દાન અને 1,882 વ્યક્તિગત દાતાઓ દ્વારા ₹90.899 કરોડનું દાન મળ્યું છે, જેથી ફંડ બાબતો કોંગ્રેસ પાર્ટી દેશમાં બીજા ક્રમે આવે છે. પહેલા ક્રમે ભાજપ આવે છે, આંકડાની વાત કરવામાં આવે તો, નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન, ભાજપને કોર્પોરેટ/વ્યવસાયિક ક્ષેત્રો તરફથી 2064.58 કરોડ રૂપિયા દાનમાં મળ્યા છે. જ્યારે 4,628 વ્યક્તિગત દાતાઓએ પાર્ટીને 169.12 કરોડનું દાન આપ્યું છે

સૌથી વધારે આ કંપનીઓએ રાજકીય પાર્ટીઓને ચૂંટણી ફંડ આપ્યું

પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ (Prudent Electoral Trust)એ ભાજપ અને કોંગ્રેસને કુલ 880 કરોડનું દાન આપ્યું, ભાજપને 723.6 કરોડ અને કોંગ્રેસને 156.૪ કરોડ

ટ્રાયમ્ફ ઇલેક્ટોરલ ટ્રસ્ટ (Triumph Electoral Trust)એ ભાજપને રૂપિયા 127.50 કરોડનું દાન આપ્યું

ડેરિવ ઇન્વેસ્ટમેન્ટ્સ (Derive Investments)એ ભાજપને રુપિયા 50 કરોડ અને કોંગ્રેસને રૂપિયા 3.2 કરોડનું દાન આપ્યું.

એક્મે સોલર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ (Acme Solar Energy Pvt. Ltd.)એ રૂપિયા 51 કરોડનું દાન આપ્યું

રૂંગતા સન્સ પ્રાઇવેટ લિમિટેડ (Rungta Sons Private Limited)એ રૂપિયા 50 કરોડનું દાન આપ્યું

ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ (Bharat Biotech International Limited)એ રૂપિયા 50 કરોડનું દાન આપ્યું

ITC ઇન્ફોટેક ઇન્ડિયા લિમિટેડ ( ITC Infotech India Ltd)એ રૂપિયા 80 કરોડનું દાન આપ્યું

દિનેશ ચંદ્ર આર. અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ (Dinesh Chandra R. Agarwal Infracon Pvt. Ltd)એ ભાજપને રૂપિયા 30 કરોડનું દાન આપ્યું

દિલીપ બિલ્ડકોન લિમિટેડ (Dilip Buildcon Limited)એ રૂપિયા 29 કરોડનું દાન આપ્યું

મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ (Macrotech Developers Limited)એ રૂપિયા 27 કરોડનું દાન આપ્યું

આપણ વાંચો:  26/11ના હુમલાનો આંતકવાદી તહવ્વુર રાણા આવશે ભારત, US સુપ્રીમ કોર્ટ આપ્યો ચુકાદો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button