ગૌતમ અદાણી ક્યા સામ્યવાદી દેશમાં કરશે 85 હજાર કરોડનું રોકાણ ?

અમદાવાદ : ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામ્યવાદી દેશ વિયતનામમાં 85 હજાર કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. મીડિયા અહેવાલ મુજબ ગૌતમ અદાણીએ વિયતનામની રાજધાની હનોઈમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ લામ સાથેની મુલાકાત દરમિયાન રોકાણનો પ્રસ્તાવ મુકયો હતો. આ અહેવાલ અનુસાર અદાણી ગ્રુપ વિયતનામની માળખાકીય સુવિધા ઉર્જા અને એઆઈ ક્ષેત્રે ભાગીદારી વધારવા માંગે છે.
રોકાણ વિયતનામ સરકારની મંજુરી બાદ કરવામાં આવશે
અદાણી ગ્રુપે વિયતનામમાં રોકાણ કરેલું છે. તેમજ અદાણી ગ્રુપ હવે અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઇકોનોની ઝોન દા નાંગ શહેરમાં લિએન ચિયુ પોર્ટના વિકાસ માટે રોકાણ પર વિચાર કરી રહ્યું છે. જે વિયેતનામના મુખ્ય દરિયાકાંઠાના શહેરોમાંનું એક છે. જોકે, આ રોકાણ વિયતનામ સરકારની મંજુરી બાદ કરવામાં આવશે. જો અદાણી ગ્રુપ વિયતનામમાં 85 હજાર કરોડનું રોકાણ કરશે તો તે વિયતનામમાં રોકાણ કરનારી સૌથી મોટી વિદેશી કંપની હશે.
વિયેતનામનો ઉત્પાદન અને લોજિસ્ટિક્સ હબ તરીકે વિકાસ
ઉલ્લેખનીય છે કે, ગૌતમ અદાણીએ હાલમાં જ ચીનનો પ્રવાસ કર્યો હતો. જ્યાં તેમણે ઉપકરણ સપ્લાયર્સ સાથે મંત્રણા કરી હતી. અદાણી ગ્રુપ એશિયામાં વધુને વધુ રોકાણ કરવા માંગે છે. ત્યારે હાલ વિયેતનામ ઉત્પાદન અને લોજિસ્ટિક્સ હબ તરીકે વિકસી રહ્યું છે. ત્યારે અદાણી ગ્રુપનું રોકાણ આર્થિક વિકાસ વ્યૂહરચનાના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો…નવી મુંબઈ એરપોર્ટના ઉદ્ધાટન અંગે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કરી મહત્ત્વની વાત…