નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

‘રાઘવ ચઢ્ઢા ક્યાં છે?’, એનસીપી નેતા જીતેન્દ્ર આવ્હાડે કર્યો પ્રશ્ન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી (Loksabah Election 2024) પહેલા આમ આદમી પાર્ટી (આપ)ના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની દિલ્હી લીકર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ધરપકડ કરી હતી. આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ સાથે પાર્ટીના અનેક મોટા નેતાઓની ધરપકડ કરતા આપના દિગ્ગજ નેતા રાઘવ ચઢ્ઢાનું આ બાબતે કોઈ પણ નિવેદન નહીં આવતા સાથી પક્ષોની સાથે વિરોધી પાર્ટીને આશ્ચર્ય થયું છે.

રાઘવ ચઢ્ઢા તરફથી કોઈ પણ જવાબ ન મળતા એનસીપી શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડે આ મામલે સવાલ કર્યો હતો અને આપ પણ I.N.D.I.A. ગઠબંધનનો હિસ્સો છે, એવું પણ કહ્યું હતું. એનસીપીના નેતા જિતેન્દ્ર આવ્હાડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘રાઘવ ચઢ્ઢા ક્યાં છે?’ આ ટ્વિટ બાબતે આવ્હાડે રાઘવ ચઢ્ઢાની ગેરહાજરી પર પ્રશ્ન ઉપસ્થિત કરતાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં સૌથી એક્ટિવ રહેનાર આતિશી અને રાઘવ ચઢ્ઢા ક્યાં છે?. રાઘવ ચઢ્ઢા અહીં ઉપસ્થિત ન રહેવાથી તેમની પાર્ટીના કાર્યકરો નારાજ છે.

આજે આપણે દૂર રહીને પણ લોકો સાથે સંપર્ક કરી શકે છે. રાઘવ ચઢ્ઢા લંડનમાં હોવાથી તે કેજરીવાલની ધરપકડ બાબતે કોઈપણ ટિપ્પણી ન કરી શકે એ બાબત વિચિત્ર છે. રાઘવ એક વીડિયો બનાવીને આપ માટે એક સંદેશ મોકલી શકે છે. હું માત્ર તેમના ગાયબ થવા અંગે જ પ્રશ્ન પૂછી રહ્યો છું, એવું જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું. પરંતુ જિતેન્દ્ર આવ્હાડે આવું કહીને X પર કરેલા ટ્વીટ ડિલીટ કરી દીધું હતું.

એક અહેવાલ મુજબ આપના નેતા રાઘવ ચઢ્ઢા લંડનમાં આંખની સર્જરી કરાવવા માટે ગયા છે, દિલ્હી લીકર સ્કેમ અને મની લોન્ડરિંગના કેસમાં ઇડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી અને તેમને એક એપ્રિલ સુધી ઇડીની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવો હતો. કેજરીવાલની ધરપકડ બાદ આપના કાર્યકરોએ સતત વિરોધ પ્રદર્શન શરૂ જ રાખ્યું છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker