નેશનલ

જ્યારે નવાબોં કે શહેર લખનઊમાં રસ્તા પર જ લેન્ડ કર્યું ફ્લાઈટે…

લખનઊઃ હેડિંગ વાંચીને તમે કંઈ ભલતું સલતું વિચારી લો એ પહેલાં તમને જણાવી દઈએ કે ભાઈસાબ તમે જેવું વિચારો છો એવું કશું જ નહી. આ તો ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊમાં સોમવારે મોડી રાતે એ સમયે ખળભળાટ મચી ગયો કે જ્યારે એક એરોપ્લેન લખનઊના રસ્તા પર ફસાઈ ગયું હતું. આ એરોપ્લેન એક ટ્રેલર પર રાખવામાં આવ્યું હતું અને તેને એન્જિનિયરિંગ કોલેથી મુંશીપુલિયા તરફ લઈ જવામાં આવી રહ્યું હતું એ સમયે તે ફ્લાયઓવર પર અટવાઈ પડ્યું હતું. આ પ્લેન મુંબઈથી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર થઈને આસામ સુધી પહોંચશે.

https://twitter.com/i/status/1739639758337531984

જધાની લખનઊના સીતાપુર રોડ એક ટ્રેલર પર પ્લેન સ્ક્રેપ જાનકીપુરમ સ્થિત ફ્લાયઓવર પર ફસાઈ ગયું હતું. એક કલાકની જદોજહેમત બાદ ટ્રેલર ડ્રાઈવર ફ્લાયઓવરથી નીચે ઉતરવામાં સફળ રહ્યો હતો. પરંતુ ત્યાં સુધી તો આસપાસમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને લોકોએ આ અનોખા નજારાને કેમેરામાં કેદ કરવાનું શરૂ થઈ ગયું હતું.

આ ઘટના અંગે વાત કરતાં ટ્રેલરના ડ્રાઈવરે જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં પ્લેનના સ્ક્રેપ લઈને મુંબઈથી નીકળ્યો હતો અને મધ્ય પ્રદેશ થઈને જ તે લખનઊ પહોંચ્યો હતો. ત્યાર બાદ તે અહીંયાથી નીકળીની બિહાર થઈને આસામ પહોંચવાનો હતો. આ પ્લેન સ્ક્રેપમાં એક પ્રાઈવેટ કંપની હોટેલ બનાવવાની છે.

ડાઈાવરે આગળ એવું પણ જણાવ્યું હતું કે ટ્રેલરની લંબાઈ વધારે હોવાને કારણે તેને વાળવામાં અને ફ્લાયઓવર ચઢવામાં કે ઉતરવામાં પણ ઘણી મુશ્કેલી પડે છે એટલે તે રાતના સમયે જ પ્રવાસ કરે છે અને બે દિવસમાં આ પ્લેન આસામ પહોંચી જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button