જગદીપ ધનખરને મહાભારતનો ‘સંજય’ કેમ યાદ આવ્યો? રાજ્યસભામાં AAP નેતા પર આકરા પ્રહારો કર્યા
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં આજે પણ હોબાળો ચાલુ રહ્યો છે. અદાણીના મુદ્દે વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો છે. આજે રાજ્યસભામાં અધ્યક્ષે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ પર આકરા પ્રહારો કર્યા છે. જગદીપ ધનખરે કહ્યું કે ગઈ કાલે હું કુરુક્ષેત્ર ગયો હતો અને ત્યાં મને સંજય યાદ આવ્યો. તે સમયે સંજયે ધૃતરાષ્ટ્રને આખું મહાભારત સંભળાવ્યું હતું. આજે પણ બીજો એક સંજય આપણી સામે છે અને તે પાંચ દિવસથી ગૃહમાં શું ચાલે છે તે જોઈ રહ્યો છે.
AAP સાંસદ સંજય સિંહ રાજ્યસભામાં ઉભા થઇને જણાવે છે કે ઝીરો અવર અને પ્રશ્નકાળ ફરજિયાત રીતે યોજવામાં આવે. જેમાં શાસક પક્ષ અને વિપક્ષના તમામ સભ્યોએ પોતાના મંતવ્યો રજૂ કરવા જોઈએ. મહત્વના મુદ્દાઓ પર અમે સહમત છીએ કે કોઈપણ પ્રકારની ખલેલ પડવી જોઈએ નહીં. તેથી ગૃહ ચાલવા દો
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે તેમને વચમાં જ ટોકતા જણાવ્યું હતું કે મને દુઃખ છે કે તમે આજે જે કહી રહ્યા છો તે પહેલા અઠવાડિયામાં ભૂલી ગયા હતા. શાસક પક્ષનું હોય કે વિપક્ષનું હોય કોઇ પણ જ્યારે સંસદનું કામ નથી ચાલવા દેતું ત્યારે મારું દિલ દુખે છે.
ગીતા મહોત્સવમાં ભાગ લેવા માટે ઉપરાષ્ટ્રપતિ રવિવારે કુરુક્ષેત્ર ગયા હતા. તેમણે કહ્યું કે ગઈ કાલે હું કુરુક્ષેત્ર ગયો હતો અને ત્યાં મને સંજય યાદ આવ્યો. સંજયે ધૃતરાષ્ટ્રને આખું મહાભારત કેવી રીતે સંભળાવ્યું? અહીં આજે સંજય પણ આપણી સામે છે અને છેલ્લા પાંચ દિવસથી શું ચાલી રહ્યું છે તે જોઈ રહ્યો છે.
Also Read – લોકસભામાં ગુંજ્યો સોનિયા ગાંધી સાથે સોરોસ કનેક્શન મુદ્દો, ગૃહની કાર્યવાહી સ્થગિત કરાઇ
રાજ્યસભામાં હંગામાને કારણે કાર્યવાહી બપોરે 1 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના સાંસદ લક્ષ્મીકાંત વાજપેયીએ જ્યોર્જ સોરોસનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ પછી જ હોબાળો શરૂ થયો હતો. કૉંગ્રેસના પ્રમોદ તિવારીએ કહ્યું હતું કે વાજપેયી અધ્યક્ષની પરવાનગી વિના બોલ્યા હતા, તેથી તેમના શબ્દોને રેકોર્ડ પર ન લાવવા જોઈએ અને ઉપલા ગૃહે યોગ્ય રીતે કામ કરવું જોઈએ.