મુંબઇ : આઇપીઓ માર્કેટમાં જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે એનટીપીસી ગ્રીન એનર્જીનો(NTPC Green Energy)આઇપીઓ આવતા અઠવાડીયે લોન્ચ થશે. જેમાં કંપની 10,000 કરોડ રૂપિયા એકત્ર કરશે. કંપની 92.59 કરોડ નવા શેર ઇશ્યૂ કરશે. NTPC ગ્રીન એનર્જીનો IPO 19 નવેમ્બરમાં રોજ ખુલશે અને 22 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. NTPC ગ્રીન એનર્જી IPOની પ્રાઇસ બેન્ડ 102 થી 108 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
કંપનીના શેરનું લિસ્ટિંગ 27 નવેમ્બરના રોજ
આ IPOની લોટ સાઈઝ 108 શેરની છે. જેના કારણે રોકાણકારોએ ઓછામાં ઓછા 14,904 રૂપિયાનું રોકવા પડશે. NTPC ગ્રીન એનર્જી રોકાણકારોને 25 નવેમ્બરે શેરની ફાળવણી કરશે. જ્યારે કંપનીના શેરનું લિસ્ટિંગ 27 નવેમ્બર 2024ના રોજ થવાની શકયતા છે.
રિટેલ રોકાણકારો માટે મહત્તમ 10 ટકા અનામત
કંપની વતી IPO લગાવનાર કર્મચારીઓને એક શેર પર 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. IPO ના ઓછામાં ઓછા 75 ટકા લાયક સંસ્થાકીય ખરીદદારો માટે અનામત છે. જ્યારે રિટેલ રોકાણકારો માટે મહત્તમ 10 ટકા અનામત રહેશે. કંપનીએ બિન-સંસ્થાકીય રોકાણકારો માટે મહત્તમ 15 ટકા જ અનામત રાખ્યું છે. હાલમાં NTPC કંપનીમાં તેમાં 100 ટકા હિસ્સો ધરાવે છે.
Also Read – Reliance Powerની મુશ્કેલીઓ વધી, આ કારણે મળી શો- કોઝ નોટિસ
જીએમપીમાં સતત ઘટાડો
ગ્રે માર્કેટમાં IPOની સ્થિતિ સારી નથી. જ્યારે અહેવાલ મુજબ આઈપીઓ આજે રૂપિયા 2.50ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. એનટીપીસીની મહત્તમ જીએમપી 25 રૂપિયા છે. ત્યારથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જીએમપીમાં ઘટાડા પાછળનું કારણ વર્તમાન બજાર વલણ માનવામાં આવે છે. છેલ્લા 6 ટ્રેડિંગ દિવસોમાં શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી તેમના રેકોર્ડ હાઈથી 10-10 ટકા સુધી ઘટ્યા છે.