દુબઈ જઈ રહેલા વૃદ્ધાએ જ્યારે એરપોર્ટ પર વ્હીલચેર માગી ત્યારે Private airlinesએ આપ્યો આવો જવાબ
લખનઉઃ આ ઘટના લખનઉ એરપોર્ટ (Airport) પર બની છે, પરંતુ ફરી એરલાઈન્સ કંપનીઓ દ્વારા પ્રવાસીઓને રંજડાવાનો કિસ્સો ફરી બહાર આવ્યો છે અને પ્રવાસીઓ નારાજ થયા છે. લખનઉ એરપોર્ટ (Lakhnau Airport)પર એક ખાનગી એરલાયન્સ દ્વારા દુબઈ જઈ રહેલા 72 વર્ષીય વૃદ્ધાએ વ્હીલચેર માગી ત્યારે ત્યાં હાજર સ્ટાફે ખૂબ જ ઉદ્ધત વર્તન કર્યું અને આખરે વૃદ્ધાએ વ્હીલચેર વિના જ પ્રવાસ કરવાની ફરજ પડી હતી.
આ વૃદ્ધાના ડોક્ટર પુત્ર સિદ્ધાર્થ અરોરાએ ટ્વીટર પર પોસ્ટ કરી એરલાઈન્સને હાર્ટલેસ રોબોટ કહી હતી. ડૉ. સિદ્ધાર્થ અરોરાના જણાવ્યા અનુસાર, તેમની 72 વર્ષની વયોવૃદ્ધ માતા ઉર્મિલા અરોરા કાર્ડિયાક પેસમેકર સપોર્ટ પર છે. તેની માતા 9 ફેબ્રુઆરી 2024ના રોજ ખાનગી એરલાઈન્સની ફ્લાઈટ દ્વારા દુબઈ જવાની હતી. તેમણે આ ફ્લાઇટ માટે તેની માતાનું વેબ ચેક-ઇન જ કરાવ્યું એટલું જ નહીં, તેના માટે વ્હીલચેર પણ બુક કરાવી હતી. 9 ફેબ્રુઆરીએ તેની માતા સમયસર લખનઉ એરપોર્ટ પહોંચી હતી. ટર્મિનલમાં પ્રવેશતાં જ તેની બીમાર માતાએ એરલાઇન્સ સ્ટાફને વ્હીલચેર માટે કહ્યું હતું.
ડૉ. સિદ્ધાર્થ અરોરાનો આરોપ છે કે ગ્રાઉન્ડ સ્ટાફે પહેલા તેની માતાની વાતને ધ્યાનમાં જ ન લીધી અને પછીથી અહીંના સ્ટાફે અંગ્રેજીમાં બોલવાનું શરૂ કર્યું. તેની માતાએ ઘણી વખત કહ્યું કે તે અંગ્રેજી નથી સમજતી, તેમ છતાં એરલાઇન્સના ગ્રાઉન્ડ સ્ટાફે વાત કાને ધરી નહીં. આખરે જ્યારે એરપોર્ટ પર તેની માતાને કોઈએ મદદ ન કરી તો તે નારાજ થઈ ગઈ અને તેણે તેના પુત્રને ફોન કર્યો. જ્યારે તેમના પુત્રએ સ્ટાફ સાથે વાત કરી, ત્યારે તેમને વાહિયાત બહાનું આપવામાં આવ્યું કે એરપોર્ટ પર માત્ર ચાર વ્હીલચેર છે. ત્યારબાદ તેમની માતાને કહેવામાં આવ્યું કે કાં તો ચાલ્યા જાવ અથવા ફ્લાઇટ છોડી દો. ત્યારબાદ વૃદ્ધા પાસે કોઈ રસ્તો ન હતો આથી તે મહામુસિબતે ફ્લાઈટમાં બેઠી હતી.
ડૉ. સિદ્ધાર્થ અરોરાના જણાવ્યા અનુસાર, જ્યારે કોલ સેન્ટર અને એરપોર્ટ સ્ટાફ તરફથી કોઈ મદદ મળી ન હતી, ત્યારે તેણે એરપોર્ટ અને એરલાઈન્સના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર પોતાની સમસ્યાઓ વ્યક્ત કરી હતી. ત્યારે તેમને એ જ રાબેતામુજબનો વાબ મળ્યો કે અસુવિધા માટે ખેદ છે. આ સાથે વિગતો માગવામાં આવી.
તેણે કહ્યું કે એકાઉન્ટ X પર ઔપચારિકતા પૂરી કર્યા પછી, તેને મદદનું આશ્વાસન મળ્યું, પરંતુ મદદ તેની માતા સુધી પહોંચી નહીં. જ્યારે તેની માતા દુબઈ પહોંચી ત્યારે તે ખૂબ જ થાકી ગઈ હતી અને તેનું બીપી ઘટી ગયું હતું. માતાની આવી હાલત માટે તેણે એરલાઈન્સને જવાબદાર ઠેરવી તેને હાર્ટલેસ રોબોટ કહી છે આ સાથે આ મામલાને તેઓ યોગ્ય પ્લેટફોર્મ પર લઈ જશે તેમ પણ જણાવ્યું છે.
Which Airlines