GOOD NEWS: દેશમાં આ વર્ષે ઘઉંના વાવેતરમાં થયો વધારો પણ તેલીબિયામાં ઘટાડો…
નવી દિલ્હી: દેશમાં ચાલુ વર્ષે 614 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે. કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે. આ વર્ષે લગભગ 319.74 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે, જે આગલા વર્ષની તુલનામાં 2.15 ટકા નો વધારો નોંધાવે છે. જ્યારે તેલીબિયાંનો વાવેતર વિસ્તાર 5.14 ટકા ઘટીને 96.15 લાખ હેક્ટર થયો છે.
આ પણ વાંચો : ‘રાષ્ટ્રીય શોક હોવા છતાં રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે ગયા…’, ભાજપે વિપક્ષી નેતા પર કર્યો મોટો હુમલો…
319.74 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર
કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે લગભગ 319.74 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 313.00 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું.
આ ઉપરાંત 136.13 લાખ હેક્ટરમાં કઠોળનું વાવેતર થયું છે. કૃષિ મંત્રાલયે કહ્યું છે કે અન્ના અને જાડા ધાન્ય હેઠળ 48.55 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી કરવામાં આવી છે. તેલીબિયાં હેઠળનો વિસ્તાર 96.15 લાખ હેક્ટરથી વધુ છે.
કઠોળનું વાવેતર 136.13 લાખ હેક્ટર
કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, ચાલુ વર્ષે રવિ સિઝનમાં 30 ડિસેમ્બર સુધી કઠોળનું વાવેતર 136.13 લાખ હેક્ટરમાં લગભગ થયું છે, જેમાં 93.98 લાખ હેક્ટરમાં ચણા અને 17.43 લાખ હેક્ટરમાં મસૂરનું વાવેતર થયું છે. જાડા ધાન્યનું વાવેતર 47.77 લાખ હેક્ટરથી થોડું વધીને 48.55 લાખ હેક્ટર થયું છે.
આ પણ વાંચો : પ્રયાગરાજ મહાકુંભ પહેલા આ ક્રિકેટરે યમુનામાં લગાવી ડૂબકી, વીડિયો થયો વાયરલ
તેલીબિયાંનું વાવેતર ઘટ્યું
જોકે, તેલીબિયાંનું વાવેતર ગત વર્ષના 101.37 લાખ હેક્ટરની સરખામણીએ ઘટીને 96.15 લાખ હેક્ટર થયું છે. મગફળીના વાવેતર હેઠળનો વિસ્તાર 93.73 લાખ હેક્ટરથી ઘટીને 88.50 લાખ હેક્ટર થયો છે, જ્યારે મગફળીના તેલીબિયાંના વાવેતર હેઠળનો વિસ્તાર ગયા વર્ષના 3.32 લાખ હેક્ટરના સ્તરે સ્થિર રહ્યો છે.