નેશનલ

WhatsApp Privacy Policy Case: મેટાની અરજી મુદ્દે 23મી જાન્યુઆરીના સુનાવણી…

નવી દિલ્હી: નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ આજે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)ના આદેશ વિરુદ્ધ મેટા પ્લેટફોર્મ્સ અને વોટ્સએપની અરજીઓ સ્વીકારી લીધી હતી. સીસીઆઇએ પોતાના આદેશમાં મેટા પર પોતાના દબદબો ધરાવતી સ્થિતિનો દુરુપયોગ કરવા બદલ 213.14 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં કોર્ટ 23મી જાન્યુઆરીના સુનાવણી હાથ ધરશે.

આ પણ વાંચો : જાન્યુઆરી, 2025 થી આ કારણે WhatsApp કામ કરવાનું કરશે બંધ? જોઈ લો તમારો ફોન તો નથી ને…

એનસીએલએટીની બે સભ્યોની બેન્ચે આ મુદ્દે મેટા અને સીસીઆઈના અહેવાલો પર વિચાર કર્યા પછી કહ્યું કે આ મુદ્દા પર સુનાવણી કરવાની જરૂર છે. એનસીએલએટીના અધ્યક્ષ જસ્ટિસ અશોક ભૂષણ પણ આ ખંડપીઠનો એક ભાગ છે. ખંડપીઠે કહ્યું હતું કે “અમને જાણવા મળ્યું છે કે પક્ષકારો દ્વારા ઉઠાવવામાં આવેલી વિનંતીઓ પર વિચાર કરવાની જરૂર છે. અમે બંને અપીલ સ્વીકારીએ છીએ. જો કે, સીસીઆઇના આદેશ પર સ્ટે મૂકવાની વચગાળાની રાહત અંગે નસીએલએટીએ કહ્યું હતું કે તે આવતા અઠવાડિયે નિર્ણય લેશે.

સુનાવણી દરમિયાન વોટ્સએપ અને મેટા પ્લેટફોર્મ્સ તરફથી હાજર રહેલા વકીલે એપેલેટ ટ્રિબ્યુનલને સીસીઆઇના આદેશ પર રોક લગાવવા વિનંતી કરી હતી. જોકે, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાના વકીલે આનો વિરોધ કર્યો હતો.

કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ 18 નવેમ્બરે પોતાના આદેશમાં 2021ની વોટ્સએપ પ્રાઇવેસી પોલિસી ‘અપડેટ’ના સંબંધમાં અયોગ્ય બિઝનેસ મેથડ અપનાવવા બદલ મેટા પર 213.14 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. મેટા પ્લેટફોર્મ અને વોટ્સએપે આ ઓર્ડરને એનસીએલએટી સમક્ષ પડકાર્યો છે.

મેટા અને વોટ્સએપ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે સીસીઆઇએ વોટ્સએપની પ્રાઇવેસી પોલિસી પર ચુકાદો આપીને તેના અધિકારક્ષેત્રને ઓળંગી દીધું છે, કારણ કે આ મામલો સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ સમક્ષ વિચારાધીન છે.

આ પણ વાંચો : WhatsApp પર આ સેટિંગ ઓન કરી લેશો તો કોઈ નહીં વાંચી શકે તમારા Secret Chats…

તેમણે કહ્યું “સીસીઆઇએ યુનિટની ગોપનીયતા નીતિ પર વિચાર કર્યો છે. આ કેસ સુપ્રીમ કોર્ટના પાંચ જજો સમક્ષ પેન્ડિંગ છે. આનો ઉકેલ લાવવાનો અધિકાર તેમની પાસે નથી.” તેમણે સીસીઆઇના આદેશ પર તત્કાળ રોક લગાવવાની વિનંતી કરી હતી જેને 19 ફેબ્રુઆરી સુધીમાં લાગુ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button