હવે Facebookની જેમ બર્થડે રિમાઈન્ડર આપશે WhatsApp, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
આપણામાંથી ઘણા લોકોને સમસ્યા હોય છે બર્થડે યાદ રાખવામાં મુશ્કેલી પડે છે અને એમાં પણ ગર્લફ્રેન્ડ કે પત્નીનો બર્થડે ભૂલાઈ જાય તો તો ભાઈ એ દિવસે ઘરમાં રામાયણ-મહાભારત બંને સાથે જ થઈ જાય. પરંતુ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp) દ્વારા એક કમાલનું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેને કારણે તમને આ સમસ્યામાંથી મુક્તિ મળશે. ચાલો, જોઈએ શું છે એ કમાલનું અને કામનું ફીચર…
વોટ્સએપ (WhatsApp) પર બ્લ્યુ રિંગ એટલે કે મેટા એઆઈ એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ચેટબોટ છે, જે એઆઈ દ્વારા તમારા સવાલોના જવાબ આપે છે. મેટા એઆઈની વાત કરીએ તો એ યુઝર્સ માટે ઈમેલ અને આર્ટિકલ બંને લખી શકે છે. આ સિવાય તમે જે પણ કંઈ ટાઈમ કરો છો એ અનુસાર ફોટો પણ તૈયાર કરી શકે છે.
આ પણ વાંચો : વોટ્સએપ: અપડેટ ને આવિષ્કાર પછી અલવિદા?
આ મેટા એઆઈને વધારે બેટર બનાવવા માટે સતત નવા નવા ફીચર્સ લોન્ચ કરે છે. ટૂંક સમયમાં કંપની મેટા એઆઈ માટે એક નવો ફીચર લાવવાની તૈયારીમાં છે. એર વેબ પોર્ટલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર વોટ્સએમપની પેરેન્ટ કંરની મેટા એક નવા ફીચર ચેટ મેમરી પર કામ કરી રહી છે. આ ફીચર તમારી ચેટના આધારે ડેટા યાદ રાખશે.
આ મેટા એઆઈને વધારે બેટર બનાવવા માટે સતત નવા નવા ફીચર્સ લોન્ચ કરે છે. ટૂંક સમયમાં કંપની મેટા એઆઈ માટે એક નવો ફીચર લાવવાની તૈયારીમાં છે. એર વેબ પોર્ટલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા એક નવા ફીચર ચેટ મેમરી પર કામ કરી રહી છે. આ ફીચર તમારી ચેટના આધારે ડેટા યાદ રાખશે.
હાલમાં આ ફિચર વોટ્સએપ બીટાના એન્ડ્રોઈડ વર્ઝન 2.24.22.9માં જોવા મળી રહ્યું છે, જોકે મેટાએ હજી સુધી ચેટ મેમરી ફિચરને કન્ફર્મ નથી કર્યું, પણ એક વખત આ ફીચર લોન્ચ થશે એટલે ચોક્કસ જ વોટ્સએપ યુઝ કરવાનો યુઝર્સનો એક્સપિરિયન્સ બદલાઈ જશે…