WhatsApp ડાઉન થતા યુઝર પરેશાન, સાચું શું જાણો?

WhatsApp down થતા દુનિયાભરના લાખો યુઝર પરેશાન થયા હોવાનું જાણવા મળ્યું છે. ભારત, યુકે સહિત અમેરિકા અને યુરોપના whatsapp યૂઝરે ફરિયાદ કરી હતી. જોકે આ મામલે મેટાએ કોઈ નિવેદન આપ્યું નથી.
Also read : ઈન્ટરનેટ વિના આ રીતે What’sApp પરથી સેન્ડ કરો મેસેજ, ગણતરીના લોકોને જ ખબર છે આ કામની માહિતી…
WhatsApp અને ફેસબુક વપરાશકર્તાએ સવારથી સર્વર down હોવાની ફરિયાદ કરી હતી. Down ડિટેક્ટર એ જણાવ્યું છે કે ભારત, યુકે, અમેરિકામાં આઉટેજની સમસ્યા ઊભી થઈ હતી.
અમેરિકામાંથી 4,000 અને ભારતમાંથી લગભગ 10,000 જેટલી ફરિયાદ નોંધાઈ છે, જેમાં ખાસ કરીને whatsapp down હોવાનું જણાવ્યું હતું. બીજી બાજુ બ્રિટનમાંથી પણ હજારો લોકોએ ફરિયાદ મારી હતી.
55 ટકા યુઝરે મેસેજ મોકલવાની મુશ્કેલી પડી હોવાનું જણાવ્યું હતું. 22 ટકા યુઝરે સર્વરમાં મુશ્કેલી પડી હોવાનું કહ્યું હતું, જ્યારે 19 ટકા લોકોએ એપ્લિકેશન ક્રેશ tahi હોવાની ફરિયાદ કરી હતી.
WhatsApp down થતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અગ્રણી એક્સ પર લોકોએ ફેસબુક અને whatsapp યુઝરની હાંસી ઉડાવી હતી અને લોકોએ મિમ્સ પણ બનાવ્યા હતા.
Also read : METAનાં 3,000 કર્મચારીઓની છટણી થશે! આ કારણે કંપનીએ લીધો નિર્ણય
Whasapp down થાય તો શું કરવું?
- Whatsapp બંધ હોય તો પહેલા ઇન્ટરનેટ કનેક્શન ચેક કરો
- Down ડિટેક્ટરના રીપોર્ટની પણ રાહ જુઓ
- Whatsapp વેબ અને એપ્લિકેશન બંને ચેક કરો
- અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (X) પર પણ અપડેટ જુઓ
- જ્યાં સુધી શરૂ થાય નહીં ત્યાં સુધી ટેલિગ્રામ પણ વાપરી શકો.