WhatsApp લાખો યુઝર્સ માટે લાવ્યું શાનદાર ફીચર, ચેટિંગ બનશે વધુ સરળ
નવી દિલ્હી : વોટ્સએપે(WhatsApp)તેના લાખો યુઝર્સ માટે વધુ એક શાનદાર ફીચર રજૂ કર્યું છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે આ જાણકારી વોટ્સએપની ઓફિશિયલ ચેનલ દ્વારા આપી છે. યુઝર્સ હવે કસ્ટમ લિસ્ટ બનાવી શકશે. જેમાં લોકો પસંદગીના લોકો અને જૂથોને આ કસ્ટમ લિસ્ટમાં રાખી શકે છે. WhatsApp આ કસ્ટમ લિસ્ટ ફીચર પર ઘણા સમયથી કામ કરી રહ્યું હતું.
કસ્ટમ લિસ્ટ શું છે?
વોટ્સએપનું આ લેટેસ્ટ કસ્ટમ લિસ્ટ ફીચર એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે. કસ્ટમ લિસ્ટમાં યુઝર્સ તેમની વ્યક્તિગત પસંદગીના આધારે લોકો અને ગ્રુપને એડ કરી શકશે. યૂઝર્સને જલ્દી જ એપમાં આ ફીચર મળવા લાગશે. તે તબક્કાવાર બહાર પાડવામાં આવી રહ્યું છે.
કંપનીએ તેના બ્લોગપોસ્ટમાં લખ્યું છે કે તમે કસ્ટમ લિસ્ટ દ્વારા તમારી ચેટ્સને સરળતાથી ફિલ્ટર કરી શકશો. યૂઝર્સ પોતાની પસંદગી મુજબ એપમાં કેટેગરીઝ બનાવી શકે છે. આમાં તેઓ તેમના પડોશીઓ, કુટુંબીજનો, મિત્રો, સહકર્મીઓ અથવા અન્ય કોઈપણ ગ્રુપને સમાવી શકે છે. આ તેમના માટે તેમની ચેટ શોધવાનું સરળ બનાવશે. યુઝર્સ એપમાં તેમની પસંદગી મુજબ કસ્ટમ લિસ્ટ બનાવી શકશે. પ્રોફેશનલ કોમ્યુનિકેશન માટે વ્હોટ્સએપનો ઉપયોગ કરતા લોકો માટે આ ફીચર ખાસ કરીને ફાયદાકારક રહેશે.
Also Read – તમારા ફોનમાં પણ છે આ એપ્લિકેશન? તરત જ ડિલીટ કરો નહીંતર WhatsApp Account…
આ રીતે કસ્ટમ લિસ્ટ બનાવો
- WhatsAppમાં કસ્ટમ લિસ્ટ બનાવવા માટે પહેલા એપને લેટેસ્ટ વર્ઝન સાથે અપડેટ કરવી પડશે.
- તેની બાદ યુઝર્સે ચેટ્સ ટેબ પર જવું પડશે અને ઉપર આપેલા ફિલ્ટર બાર પર ટેપ કરવું પડશે અને ‘+’ પર ટેપ કરવું પડશે.
- ત્યારબાદ યુઝર્સ પસંદગી મુજબ કસ્ટમ લિસ્ટ બનાવી શકે છે અને તેમાં કોઈપણ ચેટ અને ગ્રુપને લિસ્ટ કરી શકે છે.
કસ્ટમ લિસ્ટ બનાવ્યા પછી ચેટિંગ સરળ બનશે
કસ્ટમ લિસ્ટ બનાવ્યા પછી યુઝર્સને ચેટ ટેબની ટોચ પર કસ્ટમ લિસ્ટમાં જોશે. યુઝર્સ તેમની કસ્ટમ સૂચિના આધારે તેમની પસંદગીના લોકો સાથે ચેટ કરી શકશે. હાલમાં કોઈ કોન્ટેક્ટ અથવા ગ્રુપ સાથે વાત કરવા માટે, યુઝર્સને ચેટ લિસ્ટમાં જઈને સર્ચ કરવું પડે છે. કસ્ટમ લિસ્ટ બનાવ્યા પછી ચેટિંગ સરળ બનશે