500 વર્ષ પહેલાં અયોધ્યા શહેર કેવું દેખાતું હશે?

અયોધ્યા: આપણે રામાયણ અને મહાભારત ટીવી પર જોઈ છે. ત્યાર પછી જ્યારે પણ ભગવાન કૃષ્ણ કે રામના પાત્રોને યાદ કરીએ તો આપણને એજ ચહેરા યાદ આવે છે. તેવી જ રીતે ધારાવાહિકોમાં જોયેલા દ્રશ્યો પ્રમાણે આપણા મગજમાં એ જમાનાના મહેલો અને ગામડાંઓની કૃતિઓ અંકિત છે. પરંતુ જો એવું થાય કે તમને એ દ્રશ્યો ફરી માણવા મળે તો, તમને 500 વર્ષ પહેલાની અયોધ્યાના દર્શન કરવા મળે તો તમે એ મોકો છોડો ખરા…

ત્યારે હાલમાં જ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ 500 વર્ષ પહેલાં અયોધ્યા શહેર કેવું હશે તેની તસવીર જનરેટ કરીને બતાવી છે. તસ્વીરમાં પ્રાચીન હિન્દુ મંદિરની ઝલક બતાવવામાં આવી છે. કેવી રીતે મંદિરમાં સંતો ભેગા મળીને પ્રભુ રામનું આહ્વાહન કરે છે એ બતાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત એઆઈએ 500 વર્ષ પહેલાની સરયૂ નદી બતાવી છે. એમાં સરયુ અયોધ્યાના રહેવાસીઓ માટે જીવન હતી તેનું દ્રશ્ય આંખ સમક્ષ ઊભું થાય છે. એવું કહેવાય છે કે જ્યારે રાજા દશરથે બ્રાહ્મણ શ્રવણ કુમારની તીર મારીને હત્યા કરી હતી, ત્યારે શ્રવણ તેના વૃદ્ધ અને અંધ માતાપિતા માટે સરયુ નદીમાંથી પાણી ભરવા આવ્યો હતો. ત્યારે મૃત્યુ પામેલા શ્રવણના માતા-પિતાએ રાજા દશરથને શ્રાપ આપ્યો હતો કે તેઓએ પણ તેમના અંત સમય વખતે પોતાના પુત્રનો વિયોગ ભોગવવો પડશે.

આપણી કથાઓ અનુસાર સરયુ નદીનો એ ઘાટ છે જ્યાંથી ભગવાન રામે પૃથ્વી છોડીને તેમના મૂળ નિવાસ ‘વૈકુંઠ’માં પાછા ફરવા માટે જળ સમાધિ લીધી હતી. અને ત્યારથી ભક્તોમાં એવી માન્યતા છે કે આ ઘાટ પર ડૂબકી લગાવવાથી તેમના પાપ ધોવાઇ જાય છે.

આ ઉપરાંત AIએ 500 વર્ષ પહેલા માતા સીતાની રસોઈ કેવી હશે તે પણ બતાવ્યું હતું. તસવીરમાં રાંધવાના મોટા વાસણો બતાવવામાં આવ્યા છે. ત્યારે અયોધ્યામાં એવી પણ માન્યતા છે કે માતા સીતાના રસોડામાં ત્રણ પ્રકારની વસ્તુઓ વધારે પ્રમાણમાં પીરસવામાં આવતી હતી. જેમાં ખીર, માતર ઘુઘરી, કઢી અને માલપુઆનો સમાવેશ થાય છે.
એઆઈએ અયોધ્યામાં 500 વર્ષ પહેલા કેટલા ગાઢ જંગલો હતા તે પણ તેમના ફોટા દ્વારા બતાવ્યું હતું.