નેશનલ

લોકપ્રિય બનેલા સીજેઆઇ DY Chandrachud નિવૃતિ પછી શું કરશે ?

નવી દિલ્હી : દેશમાં સામાન્ય લોકોને અસર કરતાં મુદ્દાઓ પર માર્મિક ટિપ્પણીઓ અને ચુકાદાઓથી લોકપ્રિય બનેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય. ચંદ્રચુડ(DY Chandrachud) 10 નવેમ્બર 2024 ના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થવાના છે.

ડીવાય ચંદ્રચુડ નિવૃત્તિ બાદ થોડા દિવસ આરામ કરશે

દેશના 50મા સીજેઆઇ ડીવાય ચંદ્રચુડ નવેમ્બરમાં નિવૃત્ત થઈ રહ્યા છે. નિવૃત્તિ પછી જ્યારે તેમની યોજના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે શરૂઆતના થોડા દિવસો આરામ કરશે. સીજેઆઇ ડીવાય ચંદ્રચુડે 9 નવેમ્બર 2022 ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને 10 નવેમ્બર, 2024 ના રોજ આ પદ પરથી નિવૃત્ત થશે.

નવેમ્બરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશનું પદ છોડી દઈશ : ડીવાય ચંદ્રચુડ

આ અગાઉ ભૂટાનમાં એક કાર્યક્રમ દરમિયાન સીજેઆઇ ડીવાય ચંદ્રચુડે નિવૃત્તિના પ્રશ્ન પર કહ્યું હતું કે, હું બે વર્ષ સુધી દેશની સેવા કર્યા પછી આ વર્ષે નવેમ્બરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશનું પદ છોડી દઈશ. જેમ જેમ મારો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે તેમ તેમ મારું મન ભવિષ્ય અને ભૂતકાળ વિશેની આશંકાઓ અને ચિંતાઓથી ઘેરાયેલું છે. હું મારી જાતને પ્રશ્નો પૂછું છું કેમ કે, શું મેં જે કરવાનું નક્કી કર્યું છે તે બધું પ્રાપ્ત કર્યું? ઇતિહાસ મારા કાર્યકાળને કેવી રીતે જોશે ? શું હું વસ્તુઓ જુદી રીતે કરી શક્યો હોત? “ન્યાયાધીશો અને કાયદાકીય વ્યાવસાયિકોની ભાવિ પેઢીઓ માટે હું કયો વારસો છોડીશ?”

જો કે, મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે આમાંના મોટાભાગના પ્રશ્નોના જવાબો મારા નિયંત્રણની બહાર છે અને મને સંતોષ છે કે મે દેશની અત્યંત સમર્પણ સાથે સેવા કરી છે.

સંજીવ ખન્ના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત

જો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ સંજીવ ખન્નાને સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂક 11 નવેમ્બરથી લાગુ થશે. થોડા દિવસો પૂર્વે જ વર્તમાન સીજેઆઇ ડીવાય ચંદ્રચુડે કેન્દ્રીય કાયદા મંત્રાલયને પત્ર લખીને તેમના અનુગામી તરીકે નામાંકિત કર્યા હતા.

આ અંગે ટ્વિટર પર એક પોસ્ટમાં આની જાહેરાત કરતા, કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે, “ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને,રાષ્ટ્રપતિ એ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી, ન્યાયાધીશ સંજીવ ખન્નાની નિમણૂક કરી છે. 11 નવેમ્બર, 2024 થી ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ખન્નાની નિમણૂક કરવામાં આવી હતી.”

કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના?

સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે જેમની નિમણૂક કરવામાં આવી છે તેવા જસ્ટિસ સંજીવ ખન્ના વિશે વાત કરીએ તો તેઓ 14 વર્ષથી દિલ્હી હાઈકોર્ટમાં જજ છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. સ્નાતક થયા પછી તેમણે 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધણી કરાવી.

Also Read – Justice Sanjeev Khanna: ભારતના આગામી ચીફ જસ્ટિસ બનશે સંજીવ ખન્ના, આપ્યા છે આ મહત્ત્વના ચુકાદા

તેઓ 275 બેન્ચનો હિસ્સો રહ્યા છે

તેમને 2019માં સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી. 64 વર્ષના જસ્ટિસ સંજીવ ખન્નાનો CJI તરીકેનો કાર્યકાળ માત્ર 6 મહિનાનો છે. જસ્ટિસ ખન્ના 13 મે 2025ના રોજ નિવૃત્ત થશે. તેમણે સુપ્રીમ કોર્ટના જજ તરીકે 65 ચુકાદા આપ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેઓ 275 બેન્ચનો હિસ્સો રહ્યા છે.

Back to top button
પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker