નવી દિલ્હી: INDIA ગઠબંધનમાં સામેલ પક્ષોના તમામ મોટા નેતાઓ બેઠકમનાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા છે. સોમવારે દિલ્હી પહોંચ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું INDIA ગઠબંધનના વડા પ્રધાન પદ માટેના ઉમેદવાર અંગેનો નિર્ણય 2024ની ચૂંટણી બાદ જ લેવામાં આવશે. આજે યોજાનાર INDIA ગઠબંધનની બેઠકમાં લોકસભાની ચૂંટણી માટે બેઠકોની ફાળવણી અને આગામી રણનીતી અંગે મહત્વના નિર્ણયો લેવાય એવી શક્યતાઓ વર્તાઇ રહી છે.
આવાત વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારી અને રણનિતી બનાવવા માટે વિપક્ષોના INDIA ગઠબંધનની બેઠક આજે એટલે કે મંગળવાર 19મી ડિસેમ્બરના રોજ દિલ્હીના અશોકા હોટલમાં યોજનાર છે. બેઠકોની વહેંણી અને હાલમાં જ ત્રણ રાજ્યોમાં ભાજપ સામે થયેલી હાર બાદ ભાજપનો સામનો કરવા માટે સંયુક્ત રણનીતિ બનાવવી એ આ ગઠબંધન સામે મોટો પડકાર છે. ત્યારે આ બેઠકનો મુખ્ય એજન્ડા પણ બેઠકોની ફાળવણી અને ભાજપને માત આપવા માટેની રણનીતિ હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે INDIA ગઠબંધનના તમામ મોટા નેતા આ બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચી ગયા છે. સોમવારે દિલ્હી પહોંચ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, INDIA ગઠબંધનના વડા પ્રધાન પદ માટેના ઉમેદવાર અંગેનો નિર્ણય 2024ની ચૂંટણી બાદ કરવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપને હરાવવા માટે ગઠબંધનમાં બેઠકોની વહેંચણી ઉપરાંતના કેટલાંક મહત્વના પ્રશ્નો હલ કરવાના છે.
તો બીજી બાજુ બિહારના નાયબ મુખ્ય પ્રધાન અને રાજદના તેજસ્વી યાદવે કહ્યું કે, ગઠબંધન માટે પહેલાં જે સમિતીઓ બનાવવામાં આવી હતી તે પડદાંની પાછળ કામ કરી રહી છે. તે ચૂંટણીની તૈયારીમાં લાગી ગઇ છે.
ક્યારે આજની INDIA ગઠબંધનની બેઠકમાં 2024ની લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે નિર્ણય લેવાશે કે આ મુદ્દે તૂં તૂં મેં મેં થશે તે તરફ બધાનું ધ્યાન છે.
Taboola Feed