નેશનલ

મહિલા અનામત બિલની ચર્ચા વખતે સુપ્રિયા સુળેએ ભાઈ વિશે શું આપ્યું નિવેદન?

નવી દિલ્હીઃ લોકસભામાં મહિલા અનામત બિલ પસાર કરવા મુદ્દે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે આજે આ બિલ મુદ્દે બારામતીનાં સાંસદ અને એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા સુપ્રિયા સુળેએ ભાગ લઈને મહત્ત્વની વાત કરી હતી. મહિલા અનામત મુદ્દે વાત કરતા કરતા મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્ય પ્રધાન અને ભાઈ અજિત પવાર પર પણ નિશાન સાધ્યું હતું.
સુપ્રિયા સુળેએ લોકસભામાં કહ્યું હતું કે દરેક ઘરમાં એવા ભાઈ નથી હોતા કે બહેનનું કલ્યાણ થાય. દરેકનું નસીબ સારું હોતું નથી. વાસ્તવમાં આ વાત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આપેલા નિવેદનના સંદર્ભે સુપ્રિયા સુળેએ આપ્યું હતું.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે હું અધીર રંજન ચૌધરી પાસેથી એક વાત જાણવા માગું છે કે શું મહિલાઓની ચિંતા મહિલાઓ જ કરી શકે છે? પુરુષ કરી શકે નહીં? તમે કયા સમાજનું નિર્માણ ઈચ્છો છો, ભાઈ? મહિલાઓનું હિત ભાઈઓએ પણ વિચારવું જોઈએ અને આ જ દેશની પરંપરા છે. આ જ વાતના સંદર્ભમાં એનસીપીવતીથી મહિલા અનામત મુદ્દે સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે એનસીપી પણ મહિલા અનામત ઈચ્છે છે.

આ મુદ્દે તેમણે સરકાર પાસેથી અન્ય મુદ્દાઓ પર પણ સ્પષ્ટતા કરવાની માગણી કરી હતી. આ એક વિશેષ સત્ર હોવાથી, હું સરકારને અમુક વિષયો પર ચર્ચા કરવા વિનંતી કરું છું, જે સમાન રીતે સંબંધિત છે, જેમાં કેનેડાનો મુદ્દો પણ સામેલ છે. અહીં એ જણાવવાનું કે પહેલા દિવસે પણ સુપ્રિયા સુળેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અન્ય બે ભાજપના નેતાની કામગીરીની પ્રશંસા કરીને સૌને ચોંકાવી નાખ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button