નેશનલ

આ શું બોલે છે અંજુ, તેણે કહ્યું કે હું અરવિંદ અને નસરુલ્લા બંનેની…..

અલવર: ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુ ઉર્ફે ફાતિમા 29 નવેમ્બરના રોજ ભારત પરત આવી હતી. ભારત પરત આવ્યા બાદ અંજુએ પાકિસ્તાનનો અનુભવ શેર કરતા કહ્યું હતું કે લોકો મારી વાત સાંભળશે તો જ મને સનજી શકશે. કારણ કે શરૂઆતથી અત્યાર સુધી લોકો મારા વિશે હંમેશા ખોટું જ વિચારી રહ્યા છે. પરંતુ એક વાત એ પણ છે કે હું ખાનુને દિલથી ચાહુ છું.

અંજુએ જણાવ્યું હતું કે તેના પિતા ગ્વાલિયરના રહેવાસી છે. જ્યારે માતા યુપીના જાલૌનની રહેવાસી છે. તેમના દાદા સરકારી કર્મચારી હતા. તે બાળપણથી જ તેના દાદા-દાદી સાથે રહીને મોટી થઈ છે. અને જ્યારે તે 17 વર્ષની થઈ ત્યારે તેના પિતા ગયાપ્રસાદ થોમસે તેના લગ્ન અરવિંદ સાથે કરાવ્યા. તે સમયે તેને જરાય સમજણ નહોતી. કારણ કે તે લગ્ન માટે બિલકુલ તૈયાર નહોતી અને તેના પરિવારના સભ્યોએ તેના લગ્ન પરિવારની પસંદગીના છોકરા સાથે કરાવી દીધા હતા.


2007માં લગ્ન બાદ તે નોઈડા આવી અને અરવિંદ સાથે રહેવા લાગી. અરવિંદ અહીં ખાનગી કંપનીમાં નોકરી કરતો તેમની વચ્ચે શરૂઆતથી જ કોઈ કેમિસ્ટ્રી નહોતી. કારણકે અરવિંદના પરિવારના સભ્યોએ તેમનાથી ઘણી બાબતો છુપાવી હતી. જો કે લગ્નજીવનમાં હોવાથી બંનેને એક પુત્રી થઈ. દીકરીના જન્મ બાદ અરવિંદ તેનાથી અલગ રહેવા લાગ્યો. પોતાના લગ્નજીવનને ટકાવી રાખવા તે રાજસ્થાનના અલવરમાં આવી અને અરવિંદ સાથે રહેવા લાગી.


અહીં અંજુને એક મહિલા શિક્ષકને મળી. તે શિક્ષકે અંજુને પ્રિ-નર્સરી સ્કૂલમાં નોકરી અપાવી. નોકરીની સાથે સાથે અંજુએ ઘરમાં તેની અઢી વર્ષની દીકરીનું પણ ધ્યાન રાખ્યું. તેઓને ફરીથી એક પુત્ર પણ થયો. તે લગભગ 6 વર્ષનો હતોને અરવિંદ તેનાથી અલગ રહેવા લાગ્યો. કારણ કે તે બંનેને કોઈપણ રીતે મેળ આવતો નહોતો.


આ અરસામાં 2019માં નસરુલ્લાએ તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને અમે સ્વાસ્થય સંબંધી વાતો કરવા લાગ્યા આમ ધીરે ધીરે એકબીજાની નજીક આવતા ગયા. તેને મને કહ્યું કે હું પાકિસ્તાનનો છું પરંતુ પહેલા મને વિશ્ર્વાસ ના આવ્યો બાદમાં તેણે મને બધા દસ્તાવેજો મેકલ્યા તે જોઈને ખબર પડી કે તે સાચું કહે છે. અને તેને મને પ્રપોઝ કર્યો ત્યારે મે તેને કહેલું કે મારે બે બાળકો છે. તેમ છતાં તેના પ્રેમમાં કોઈ ફરક ના પડ્યો અને પછી હું પણ તેના તરફ ખેંચાવા લાગી.
આ ઉપરાંત અંજુએ કહ્યું કે અત્યારે હું અરવિંદ અને નસરુલ્લા બંનેની પત્ની છું. અરવિંદે મારી સામે જે કેસ કર્યો હતો તે પાછો ખેંચી લીધો છે. અમે ટૂંક સમયમાં છૂટાછેડા લઈશું. હું ખાનુ સાથે ફોન પર વાત કરું છું. અને મેં મારા દિલથી નસરુલ્લા સાથે લગ્ન કર્યા છે. હું ભવિષ્યમાં પણ તેમની સાથે રહીશ. હું તેને પ્રેમથી ખાનુ કહું છું. ખાનુ મને મળવા જલ્દી ભારત આવશે. અત્યારે હું તેની સાથે ઓછી વાત કરું છું. કારણ કે હું આ સમય ફક્ત મારા બાળકોને જ આપવા માંગુ છું. અને નસરુલ્લા પણ આ વાત સમજે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button