નેશનલ

500 રૂપિયાની નોટે વધાર્યું RBIનું ટેન્શન, તમારી પાસે પણ તો નથીને આવી નોટ?

દેશભરમાં નકલી નોટોનો ફેલાવો વધતો જોવા મળી રહ્યો છે અને આ વખતે 500 રૂપિયાની નોટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ચિંતા વધારી દીધી છે. આરબીઆઈ દ્વારા આ બાબતે એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આવો જોઈએ આરબીઆઈએ આ વિશે શું કહ્યું છે અને 500 રૂપિયાની નોટને લઈને-

મળતી માહિતી મુજબમાં બજારમાં નકલી નોટો અને એમાં પણ ખાસ કરીને 500 રૂપિયાની બનાવટી નોટ બજારમાં વધારે ફરી રહી છે. 500 રૂપિયાની આ બનાવટી નોટ દેખાવમાં એકદમ આબેહૂબ ઓરિજનલ નોટ જેવી જ દેખાય છે. પરંતુ આ નોટમાં નાનકડી ભૂલ છે. તપાસમાં એવું સામે આવ્યું છે આ બનાવટી નોટમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સ્પેલિંગ મિસ્ટેક છે.
આરબીઆઈ દ્વારા નાગરિકોને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. આરબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 500 રૂપિયાની બનાવટી નોટ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સ્પેલિંગમાં રિઝર્વના નામના સ્પેલિંગમાં ઈના બદલે એ છપાયું છે. ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો બનાવટી નોટ પર Reserve અને Raserve છપાયું છે. આ ભૂલ જ અસલી અને નકલી નોટનો તફાવત દર્શાવે છે.

આ પણ વાંચો: હવે 500 રૂપિયાની નોટને લઈને આવી મહત્ત્વની માહિતી, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

સરકાર અને રિઝર્વ બેંક દ્વારા નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે કે નકલી નોટને લઈને સજાગ રહે. લેવડદેવડ કરતાં પહેલાં ખૂબ જ ધ્યાન રાખવો અને જો કોઈ પાસે આવી શંકાસ્પદ નોટ જોવા મળે છે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને આ વિશે ફરિયાદ કરો તકે બેંકને આની જાણ કરો.

જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે 500 રૂપિયાની બનાવટી નોટ બજારમાં જોવા મળી હોય. આ પહેલાં પણ આ જ પ્રકારની બનાવટી નોટ બજારમાં જોવા મળી હતી જેમાં પણ રિઝર્વ બેંકના નામના સ્પેલિંગમાં એના બદલે યુ જોવા મળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button