નેશનલ

જો કોઈ Voter EVM Machine પર બે વખત Button દબાવે તો શું થાય?

લોકસભાની ચૂંટણી-2024ના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે સાતમી મેના થવા જઈ રહ્યું છે. આ તબક્કામાં દેશની 93 લોકસભાની બેઠકો માટે મતદાન થષે. ચૂંટણીની મૌસમ પૂર બહારમાં ખીલી છે ત્યારે લોકોને મતદાન અને મતદાન પ્રક્રિયાને લઈને ઘણા બધા સવાલો હોય છે. ચાલો જોઈએ આવા જ કેટલાક સવાલો અને આખરે EVM Machine કઈ રીતે કામ કરે છે અને જો કોઈ મતદાતા એક જ બટન વારંવાર દબાવે છે તો આખરે શું થાય છે?


તમારી જાણ માટે EVM Machine બે યુનિટથી બનેલું છે જેમાંથી એક એટલે કન્ટ્રોલિંગ યુનિટ અને બીજું એટલે બેલિટંગ યુનિટ. કન્ટ્રોલ યુનિટ પ્રિસાઈડિંગ ઓફિસર પાસે હોય છે અને બેલટિંગ યુનિટ એ હોય છે જેમાં મતદાતા વોટ કરે છે. આ યુનિટમાં ઉમેદવારોના નામ અને વોટ કરવાનું બટન હોય છે. બંને મશીન એકબીજા સાથે જોડાયેલા હોય છે.

જેવું મતદાતા બેલટિંગ યુનિટ પર બટન દબાવીને મતદાન કરે છે એટલે એનો વોટ રેકોર્ડ થઈ જાય છે અને મશીન લોક થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ વોટ આપવા માટે બીજી વખત બટન દબાવે છે તો તેનો વોટ રેકોર્ડ નથી થતો. મશીન ત્યાં સુધી લોક રહે છે જ્યાં સુધી પ્રિસાઈડિંગ ઓફિસર કન્ટ્રોલ યુનિટ પર બેલેટનું બટન નથખી દબાવતો. આ રીતે એક વ્યક્તિ એક વોટનો અધિકાર સુનિશ્ચિત કરવામાં આવે છે.


બેલેટિંગ યુનિટમાં 16 ઉમેદવાર માટેની જોગવાઈ કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે જો કોઈ મતદાર સંઘમાં 10 જ ઉમેદવાર છે અને મતદાતા 11થી 16 વચ્ચેનું કોઈ બટન દબાવે છે તો શું એનો વોટ વેડફાઈ જાય છે? તો ચૂંટણી પંચના રિપોર્ટ અનુસાર આવા કેસમાં રિટાર્નિંગ ઓફિસર દ્વારા ઈવીએમની તૈયારી સમયે 11થી 16 નંબરને માસ્ક કરી દેવામાં આવે છે એટલે કોઈ પણ મતદાતા 11થી 16 સુધીના ઉમેદવાર માટે કોઈ બટન દબાવવાનો સવાલ જ નથી ઉઠતો.


ભારતમાં ચૂંટણીમાં EVM મશીનનો ઉપયોગ સૌથી પહેલી વખત મે, 1982માં કરવામાં આવ્યો હતો અને એ વખતે કેરળની પારૂર વિધાનસભા ક્ષેત્રના 50 ટકા મતદાન કેન્ટ્ર પર EVM Machine લગાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ એવી માગણી કરવામાં આવી હતી કે EVMના ઉપયોગને કઈને કાયદામાં વિશેષ જોગવાઈ હોવી જોઈએ. આ અંતર્ગત લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં ડિસેમ્બર, 1988માં એક નવી ધારા 61-એ ઉમેરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button