ટોપ ન્યૂઝનેશનલ

મનમોહન સિંહના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક; શું છે રાષ્ટ્રીય શોક? સરકારી કચેરીઓ ખુલશે કે બંધ?

નવી દિલ્હી: પોતાના આર્થિક સુધારાઓના આધારે ભારતની અર્થવ્યવસ્થાને પ્રગતિના પંથે લઈ જનાર ભૂતપૂર્વ નાણામંત્રી અને ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ હવે આપણી વચ્ચે નથી રહ્યા. 26 સપ્ટેમ્બરે મોડી રાત્રે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 92 વર્ષની વયે દિલ્હી ખાતે અંતિમ શ્વાસ લીધા. પૂર્વ વડાપ્રધાનના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવામાં આવશે. કેન્દ્રએ તેના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે.

ગતરાત્રિએ લીધા અંતિમ શ્વાસ
ગત રાત્રિએ દિલ્હી AIIMS ખાતે મનમોહન સિંહનું નિધન થયું હતું. તેમના નિધનને લઈને દિલ્હી AIIMS દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમાં AIIMSએ માહિતી આપી કે મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ વય સંબંધિત બીમારીઓથી પીડિત હતા. આજે તે પોતાના ઘરે અચાનક બેહોશ થઈ ગયા હતા. તેમને રાત્રે 8:06 વાગ્યે એમ્સની મેડિકલ ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. જોકે, તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાયા નહોતા. રાત્રે 9:51 કલાકે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

શું હોય છે રાષ્ટ્રીય શોક?
દેશમાં જ્યારે કોઈ મોટા નેતા, કલાકાર કે એવી વ્યક્તિ કે જેણે પોતાના જીવનકાળ દરમિયાન રાષ્ટ્ર માટે મહત્ત્વનું કામ કર્યું હોય, તેમના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે. અગાઉ રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય શોક જાહેર કરવાનો અધિકાર હતો. કેન્દ્ર સરકારની સલાહ પર રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય શોક જાહેર કરતા હતા, પરંતુ નિયમોમાં પરિવર્તન બાદ હવે રાજ્યોને પણ આ અધિકાર મળી ગયો છે. ઘણી વખત કેન્દ્ર અને રાજ્ય સરકારો અલગ-અલગ રાજકીય શોક જાહેર કરે છે.

રાષ્ટ્રીય શોક દરમિયાન રજા હોય કે?
રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે ત્યારે કોઈપણ શાળા કે સરકારી સંસ્થામાં રજા નથી હોતી. કેન્દ્ર સરકારની 1997નાં નોટિફિકેશનમાં જણાવાયું છે કે રાષ્ટ્રીય શોક દરમિયાન કોઈ સરકારી રજા રહેશે નહીં. નિયમો અનુસાર, જ્યારે રાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાન પદ પર હોય તે દરમિયાન તેમનું નિધન થાય તે સ્થિતિમાં સરકારી રજા જાહેર કરવામાં આવશે. જો કે કેન્દ્ર કે રાજ્ય સરકાર ઈચ્છે તો રજા જાહેર કરી શકે છે.

Also Read – ‘મનમોહન સિંહ બોલ છે ત્યારે વિશ્વ સાંભળે છે’, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જાહેરમાં કહી હતી આ વાત

રાષ્ટ્રીય શોક દરમિયાન શું હોય છે?
ભારતીય ધ્વજ સંહિતા નિયમો અનુસાર, રાષ્ટ્રીય શોક દરમિયાન, વિધાનસભા, સચિવાલય સહિત મહત્વની સરકારી કચેરીઓ પર લહેરાવવામાં આવેલો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવે છે. આ સિવાય કોઈ ઔપચારિક કે સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું નથી. આ સમયગાળા દરમિયાન સત્તાવાર મનોરંજન પર પણ પ્રતિબંધ છે. આ સમય દરમિયાન માત્ર વિશેષ કાર્યો કરવામાં આવે છે.

રાષ્ટ્રીય શોકની સમય અવધિ કેટલી?
રાષ્ટ્રીય શોક કેટલા દિવસનો હોય તેની કોઈ સમય મર્યાદા નથી. સરકાર તેમની અનુકૂળતા મુજબ રાષ્ટ્રીય શોક જાહેર કરે છે. ઉદાહરણ તરીકે, જ્યારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું અવસાન થયું ત્યારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મુલાયમ સિંહ યાદવનું અવસાન થયું ત્યારે ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button