સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર અને પોલિટિશિયન વિજયકાંતનું હાલમાં જ નિધન થયું હતું અને વિજયકાંતના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગઈકાલે વિજયકાંતની અંતિમ સંસ્કારમાં રજનીકાંત અને થલાપતિ વિજય જેવા મોટા મોટા સ્ટાર્સ પહોંચ્યા હતા, પરંતુ એ સમયે વિજય થલાપતિ સાથે કંઈક એવું થયું હતું કે જેને કારણે લોકો એકદમ ચોંકી ઉઠ્યા હતા. આવો જોઈએ શું છે આખી ઘટના?
એક્ટ્રેસ અને પોલિટિશિયન વિજયકાંતના પાર્થિવ દેહ પર 29મી ડિસેમ્બરના કોયમ્બેડુ ઓફિસથી ચેન્નાઈના આઈલેન્ડ ગ્રાઉન્ડ પર લાવવામાં આવ્યો હતો અને તેમના અંતિમ દર્શન કરવા માટે હજારોની ભીડ ઉમટી પડી હતી. અંતિમ સંસ્કારમાં સાઉથના સુપરસ્ટાર એક્ટર થલાપતિ વિજય પણ વિજયકાંતને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા અને તે વિજયકાંતના પાર્થિવ શરીરના જોઈને પોતાની લાગણી પર કાબૂ નહીં રાખી શક્યો અને રડી પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વિજયકાંત અને વિજય વચ્ચે સારા સંબંધો હતા.
જ્યારે થલાપતિ વિજયકાંતને શ્રદ્ધાંજલિ આપીને કારમાં પાછો ફરી રહ્યો હતો ત્યારે કોઈ ભીડમાંથી થલાપતિ પર ચંપ્પલ ફેંક્યું હતું અને આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ દરમિયાન પોલીસકર્મીઓ તેની સુરક્ષા માટે હાજર હતા પરંતુ તેમ આવી શરમજનક ઘટના બની હતી.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયો બાદ ફેન્સ ખૂબ જ નિરાશ થયા છે અને સવાલ ઉપસ્થિત કરી રહ્યા છે કે આવું કેમ? જ્યારે આવું થયું ત્યારે પોલીસ શું કરી રહી હતી. એટલું જ નહીં ફેન્સ આવું કૃત્ય કરનારાઓ સામ પોલીસ એક્શનની માગણી કરી રહ્યા છે.
અહીંયા તમારી જાણ માટે કે ગુરુવારે 28મી ડિસેમ્બરના ન્યુમોનિયાને કારણે વિજયકાંતનું નિધન થયું હતું. એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમને કોરોના થયો હતો, જોકે આ મામલે હજી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ શકી નહોતી.