એવું તો શું થયું કે આગ્રા રેલવે સ્ટેશન પર એકાએક દોડધામ થઈ ગઈ…
આગરા: રેલવે સ્ટેશન પર આમ તો દોડધામ અને અવાજો સંભળાતા જ હોય છે. લોકોની અવર જવર અને ટ્રેનના હોર્નથી સ્ટેશન સતત ગુંજતુ હોય છે. પણ આગરાના સ્ટેશન પર એવું તે શું બન્યું કે લોકોની દોડાદોડ થવા લાગી, તેમની કિકીયારીઓ અને ચીસોથી આખું સ્ટેશન ગૂંજી ઉઠ્યું. આ આખી ઘટના એક વિડીયોમાં કેદ થઇ છે. આ એવો વિડીયો છે જેમાં આગરા સ્ટેશન પર મચેલી અફરાતફરી જોવા મળે છે.
આ વાયરલ વિડીયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે એસ્કેલેટર પરથી લોકો જઇ રહ્યાં હતાં. અચાનક મુસાફરોની બેગ એસ્કેલેટરના દાદરની વચ્ચે ફસાઇ જાય છે. તેઓ એને ખેંચવાનો પ્રયત્ન કરે છે, એમાં જ કેટલાકં લોકો એસ્કેલેટર પરથી પડી જાય છે. અને દોડભાગ થવા લાગે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આગરા કેન્ટ રેલવે સ્ટેશન પર એ વખતે અફરાતફરી મચી જ્યારે એસ્કેલેટરના સ્વયંસંચાલિત દાદરામાં મુસાફરોની બેગ ફસાઇ ગઇ. બેગ ફસાતા કેટલાકં મુસાફરો એક્સેલેટર પર જ પડી ગયા. અને એસ્કેલેટર ચાલી રહયું હતું. કોઇ અઘટીત ઘટના ઘટશે એ બીકે લોકોએ બૂમો પાડવાની શરુ કરી દીધી. આ જ ઘટનાનો વિડીયો કોઇએ રેકોર્ડ કર્યો હતો. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ થઇ રહેલ વિડીયોમાં જોવા મળે છે કે, એસ્કેલેટરના દાદર પર મુસાફરો ચાલી રહ્યાં છે. અચાનક તેમની બેગ્સ દાદરમાં ફસાઇ જાય છે. તેઓ બેગ્સ ખેંચવાનો પ્રયાસ કરે છે. અને એમાં જ કેટલાકં લોકો એસ્કેલટર પર જ પડવા લાગે છે. અને અફરાતફરી મચી જાય છે. કંઇક અઘટીત ઘટશે એ બીકે લોકો ચીસો પાડી રહ્યાં છે. લોકોની ચીસો અને બૂમો વિડીયોમાં સંભળાય છે. ત્યાં જ કેટલાંક લોકો મુસાફરોને શાંત થવાનું કહી રહ્યાં છે એ પણ દેખાઇ રહ્યું છે.