એવું તે શું થયું કે ભડકી ગઈ સારા અને કહી દીધી દિલની વાત…
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની લાડકી લેક સારા તેંડુલકર દરરોજ કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહેતી હોય છે અને હવે કંઈક એવું બન્યું છે કે જેને કારણે હંમેશા કુલ અને સ્માઈલ કરતી દેખાતી સારા તેંડુલકર ગુસ્સે ભરાઈ ગઈ હતી અને તેણે પોતાના દિલની વાત કહી દીધી હતી. આવો જોઈએ શું છે આખો માંઝરો…
વાત જાણે એમ છે કે રશ્મિકા મંદાના અને કેટરિના કૈફની જેમ જ સારા તેંડુલકર પણ ડીપફેક ટેક્નોલોજીનો શિકાર થઈ હતી અને સારાના આ બનાવટી ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયા હતા. ડીપફેક ટેક્નોલોજીમાં મશીન લર્નિંગથી ફોટો બનાવવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર સારાના ફોટો અને વીડિયોને ખોટી રીતે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં સોશિયલ મીડિયા સારાના નામના અનેક ફેક એકાઉન્ટ્સ પણ બનાવવામાં આવ્યા છે. ક્રિકેટર શુભમન ગિલ સાથે હાલમાં જ તેનો એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ બધું જોતા જ સારા તેંડુલકર ભડકી ગઈ હતી અને તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના દિલની વાત જણાવી હતી.
સારાએ પોતાના દિલની વાત ઈન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ખરેખર ચિંતાજનક છે. મારા કેટલાક ખોટા ફોટા બનાવવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયા એક્સ પર મારું કોઈ એકાઉન્ટ છે જ નહીં. પ્લીઝ આ બધું કરવાનું બંધ કરો યાર….