નેશનલસ્પેશિયલ ફિચર્સ

શું છે આ Maydayનો અર્થ? ક્યારે પહેલી વખત બોલાયો હતો? જાણી લો A To Z વિગતો…

અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 એરક્રાફ્ટ ટેક ઓફ કર્યાના બે જ મિનિટમાં ક્રેશ થયું હતું. ફ્લાઈટમાં 242 પ્રવાસીઓ સવાર હતા. રેસ્ક્યુ ટીમ એક્સિડન્ટ સાઈટ પર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. દુર્ઘટનાના જે વીડિયો કે ફોટો સામે આવી રહ્યા છે એ ખરેખર વિચલિત કરનારા છે.

મળતી માહિતી અનુસાર દુર્ઘટના પહેલાં પાઈલટે એટીસીને મેડે-મેડે (Mayday-Mayday) કોલ આપ્યો હતો. પરંતું શું તમને ખબર છે આ મેડેનો અર્થ શું છે અને પાઈલટ કેમ અને ક્યારે બોલે છે? ચાલો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ-
રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર મેડે શબ્દનો ઉપયોગ ડિસ્ટ્રેસ કોલમાં કરવામાં આવે છે અને એનો અર્થ એવો થાય છે કે વિમાન અને પ્રવાસીઓ બંને જોખમમાં છે. આવી સ્થિતિમાં વિમાનને આપાતકાલીન મદદની જરૂરી છે અને પાઈલટ આવી સ્થિતિમાં મેડે શબ્દનો ઉપયોગ કરે છે.

જો કોઈ ફ્લાઈટ સંકટમાં છે તો પાયલટ ત્રણ વખત મેડે શબ્દ બોલે છે. આપાતકાલીન સ્થિતિમાં રેડિયો ડિસ્ટર્બન્સ અને ભારે ઘોંઘાટને કારણે પાઈલટને ત્રણ વખત આ શબ્દનું ઉચ્ચારણ કરવાનું જણાવવામાં આવે છે.

મેડે આ શબ્દનો ઉપયોગ માત્ર સંકટ સમયે જ કરવામાં આવે છે. જો ઈમર્જન્સી સિચ્યુએશનમાં પાઈલટ સીધું જણાવી દે કે ફ્લાઈટમાં કોઈ સમસ્યા છે તો બની શકે કે ફ્લાઈટમાં અફડાતફડીનો માહોલ જોવા મળે છે અને પ્રવાસીઓ ડરી જાય. આ કારણસર પાયલટે સંકટ સમયે મેડે શબ્દ બોલવો પડે છે જેથી એટીસીને ખ્યાલ આવી જાય કે વિમાનમાં કોઈ સમસ્યા છે.

આ પણ વાંચો -‏‏‎ 9000 કિમી ઉડવાની ક્ષમતા, 20 ટકા ઓછી ફ્યુઅલ કેપેસિટી અને લાઈટ વેટ… આવા છે Boeing 787-7 Dreamlinerના ફીચર્સ…

1920માં પહેલી વખત મેડે શબ્દ બોલવાની શરૂઆત કરવામાં આવી હતી. એ સમયે લંડનના ક્રોડોન એરપોર્ટ પર રેડિયો ઓફિસર ફ્રેડરિક સ્ટેનલી મોતફોર્ડે એનો પહેલી વખત ઉચ્ચાર કર્યો હતો. તેમણે ફ્રેન્ચ શબ્દ મેડેરનો ઉપયોગ કરીને મેડે શબ્દ બનાવ્યો હતો.

છે ને એકદમ અનોખી અને કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button