G-20ના બહાને દુનિયાએ શું શું જોયું, યોગ મુદ્રાઓ, કોણાર્ક ચક્ર અને…

નવી દિલ્હી: આજે G-20 સમિટનો પ્રથમ દિવસ છે. ત્યારે અહીં આવનાર દરેક નેતા ભારતની સંસ્કૃતિથી અવગત થાય અને ભારતીય સંસ્કૃતિની ઝલક નિહાળી શકે તે માટે વડા પ્રધાન મોદીએ એક ખાસ રીતે ભારત મંડપમની ડિઝાઇન તૈયાર કરાવી છે તેમજ દરેકની આગતા સ્વાગતા પણ ભારતીય પરંપરા પ્રમામએ કરવામાં આવસે. આ કોન્ફરન્સમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત અનેક મોટા દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓએ પ્રગતિ મેદાનના ભારત મંડપમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. G-20 ઇવેન્ટના પ્રથમ દિવસે પ્રગતિ મેદાન ખાતેના ભારત મંડપમ એટલે કે એ જગ્યા જ્યાં વૈશ્વિક નેતાઓ એકત્ર થયા હતા તેને યોગ, કોણાર્ક ચક્ર અને નટરાજની પ્રતિમાઓથી શણગારવામાં આવી હતી જે આપણી ભારતીય કલા અને સંસ્કૃતિના પ્રતીક છે.
જ્યાં પીએમ મોદી વિદેશી નેતાઓ સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપી રહ્યા હતા, તેની પાછળની બાજુમાં એક મોટું ચક્ર જોઈ શકાય છે જે ઓડિશાનું કોણાર્ક ચક્ર છે. કોણાર્ક ચક્રનું નિર્માણ 13મી સદીમાં રાજા નરસિંહદેવ પહેલાના શાસન દરમિયાન થયું હતું. ભારતના રાષ્ટ્રધ્વજમાં વચ્ચે જે ચક્ર દર્શાવવામાં આવ્યું છે અને આ કોણાર્ક ચક્ર સમય, પ્રગતિ અને સતત પરિવર્તના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યા છે. તે લોકશાહીના એક શક્તિશાળી પ્રતીક તરીકે ઊભરી આવે છે.
ભારત મંડપમ હોલના પ્રવેશદ્વાર પર 28 ફૂટ ઊંચી નટરાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમા દ્વારા ભગવાન શિવના સર્જન અને વિનાશની વાત જણાવવામાં આવે છે. ભગવાન જ સૃષ્ટિના કર્તા-હર્તા છે તે ઇચ્છે ત્યારે વિનાશ અને સરેજન કરી શકે છે. 19 ટનની આ પ્રતિમા તમિલનાડુના એસ. સ્વામીમલાઈ દ્વારા બનાવવામાં આવી છે.
નટરાજ અને કોણાર્ક ચક્ર ઉપરાંત યોગની અલગ અલગ મુદ્રાઓ પણ અહીં રાખવામાં આવી છે જેના દ્વારા એવો સંદેશ આપવામાં આવે છે કે યોગ એ ભારતીય સભ્યતાની દેન છે. આ ઉપરાંત ભારત મંડપમમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના અનેક પ્રકારના પ્રતીક દર્શાવવામાં આવ્યા હતાં. જે આપણી ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરી રહ્યા છે.