G-20ના મહેમાનોને ભેટમાં શું-શું આપ્યું ભારતે?
હાલમાં જ દેશના પાટનગર નવી દિલ્હી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બે દિવસીય G-20 સમિટ યોજાઈ હતી અને આ સમિટમાં દુનિયાભરના દેશોના વડાઓએ હાજરી આપી હતી. આ નેતાઓમાં અમેરિકાના પ્રમુખ જો બાઈડેન, યુકેના વડા પ્રધાન ઋષિ સુનક સહિત વિવિધ દેશોના વડા અને પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
આવેલા તમામ વડા અને પ્રતિનિધિઓનું ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે G-20 સમિટ તો પૂરી થઈ ગઈ છે અને તમામ દેશના નેતાઓ અને વડા પોત-પોતાના દેશમાં પાછા પહોંચી ગયા છે. પ્લેનમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીને કારણે કેનેડાના પીએમએ ભારતમાં જ રોકાઈ જવું પડ્યું હતું અને આખરે આજે 48 કલાક બાદ તેઓ પણ ટેક ઓફ કરી ગયા છે.
G-20માં આવેલા આ વિદેશી મહેમાનોને ભારતીય સંસ્કૃતિ અને વૈભવી વારસાનો પરિચય અપાવતી વસ્તુઓ ભેટમાં આપવામાં આવી છે. આ ભેટમાં કાશ્મીરનું કેસર, સુંદરવનનું મધ, દાર્જિલિંગ અને નિલગિરીની ચા, અરાકુ કોફી, કાશ્મીરીની પશ્મિના શાલ, ઝિગ્રાના પરફ્યુમ, ખાદીનો દુપટ્ટો, સિક્કાઓનું બૉક્સ, બનારસી સિલ્કનો સ્ટોલ, કાશ્મીરી પશ્મિના સ્ટોલ, આસામી સ્ટોલ, કાંજીવરનો સ્ટોલ, બનારસી રેશમનો સ્ટોલ સહિતની ભેટોનો સમાવેશ થાય છે.
ભેટમાં આપવામાં આવેલી આ વસ્તુઓ તેમની અદ્ભૂત કારીગરી અને ગુણવત્તા માટે માત્ર ભારજ ત નહીં પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. કુશળ અને નિષ્ણાત કારીગરો દ્વારા બનાવવામાં આવેલી આ વસ્તુઓ આપણી વિવિધતાની ઝાંખી કરાવે છે.
સીસમના લાકડાના બોક્સ…
વિદેશી મહેમાનોને ભેટ તરીકે આ બોક્સ આપવામાં આવ્યા હતા. સીસમમાંથી પરંપરાગત રીતે બનાવવામાં આવેલા એકદમ મજબૂત બોક્સ છે. આ બોક્સ પર સરસમજાનું નક્શીકામ કરવામાં આવ્યું છે. ઉત્કૃષ્ટ કારિગરીનું પ્રતીક હોવાની સાથે સાથે જ તે ભારતીય સાંસ્કૃતિ અને લોકવાયકામાં એક વિશેષ સ્થાન ધરાવે છે. સીસમના લાકડામાંથી બનાવવામાં આવેલા આ બોક્સને પિત્તળની પટ્ટીથી શણગારવામાં આવ્યું હતું.
કાશ્મીરનું કેસર
કેસર એ એક વિદેશી અને સૌથી અને મોંઘો મસાલો છે. કેસરનો ઉપયોગ રસોડાની સાથે સાથે ઔષધીય વસ્તુ તરીકે પણ કરવામાં આવે છે અને એમાં પણ કાશ્મીરી કેસર તો તેની વિશિષ્ટ અને અસાધારણ ગુણવત્તા માટે ખૂબ જ પ્રખ્યાત છે. તીવ્ર સુગંધ, રંગ અને અજોડ શક્તિ તેને બાકીના મસાલા કરતાં અલગ પાડે છે. અહીંયા તમારી જાણ માટે કે કેસર એ એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર છે અને હેલ્થ માટે ખૂબ જ સારું છે.
દાર્જિલિંગ અને નિલગિરી ચા
દાર્જિલિંગ અને નિલગિરી ચા ભારતની ચાના ઉત્તમ ઉદાહરણો છે. દાર્જિલિંગ ચા વિશ્વની સૌથી મૂલ્યવાન ચા છે. પશ્ચિમ બંગાળની 3000-5000 ફૂટની ઉંચાઈએ ઝાકળવાળી ટેકરીઓમાં સ્થિત ઝાડીઓમાંથી માત્ર કોમળ અંકુરની જ પસંદગી કરવામાં આવે છે. તેવી જ રીતે, નીલગીરી ચા દક્ષિણ ભારતની સૌથી ભવ્ય પર્વતમાળામાંથી આવે છે. 1000-3000 ફૂટની ઉંચાઈએ પર આ ચાની ખેતી કરવામાં આવે છે. આ ચા તેના સ્વાદ માટે વિશ્વભરમાં એક અલગ જ ખ્યાતિ ધરાવે છે.
અરાકુ કોફી
અરાકુ કોફી એ વિશ્વની પ્રથમ ટેરોઈર મેપ્ડ કોફી છે, જે આંધ્ર પ્રદેશની અરાકુ ખીણમાં કાર્બનિક વાવેતરમાં ઉગાડવામાં આવે છે. ખીણના ખેડૂતો દ્વારા કોફીના છોડની ખેતી કરવામાં આવે છે. પરંપરાગત કોફી પાવડર/બીન્સ ખેડૂતના ઘરેથી લેવામાં આવે છે. અરાકુ કોફી તેની અનન્ય રચના અને સ્વાદ માટે જાણીતી છે. અરાકુ કોફી મહેમાનોને ભેટ તરીકે આપવામાં આવી હતી.
સુંદરવનનું મધ
બંગાળની ખાડીમાં ગંગા, બ્રહ્મપુત્રા અને મેઘના નદીઓના સંગમથી બનેલા ટાપુ પર સ્થિત સુંદરવન વિશ્વનું સૌથી મોટું મેન્ગ્રોવ જંગલ ધરાવે છે. સુંદરવનનું મધ તેના વિશિષ્ટ અને ખારા સ્વાદ માટે પ્રખ્યાત છે. અન્ય પ્રકારના મધની સરખામણીએ આ મધ કરતાં ઓછું ચીકણું હોય છે. 100% પ્રાકૃતિક અને શુદ્ધ હોવા ઉપરાંત, સુંદરબન મધમાં ફ્લેવોનોઈડ્સ પણ વધારે છે અને તે સ્વાસ્થ્યને પણ સુંદરવનનું મધ આરોગ્ય માટે પણ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.
કાશ્મીરી પશ્મિના શાલ
કાશ્મીરી પશ્મિના શાલ તેના અદ્ભૂત વણાટકામ માટે ખૂબ જ પ્રખ્યાત છે. કુશળ કારીગરો વર્ષો જૂની પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને તેમના નાજુક તંતુઓને હાથથી સ્પિન, વણાટ અને ભરતકામ કરે છે. તે ખૂબ જ હળવા અને ગરમ શાલ માનવામાં આવે છે. તે સુંદરતા અને કારીગરીનું પ્રતીક છે. પ્રાચીન અદાલતોમાં, પશ્મિનાનો ઉપયોગ પદ અને ખાનદાની સૂચક તરીકે કરવામાં આવતો હતો.
જિગરાનાનું પરફ્યુમ
જીનરાણા પરફ્યુમ એ ઉત્તર પ્રદેશના કન્નૌજ શહેરની સુગંધની શ્રેષ્ઠ કૃતિ છે. કારીગરો દ્વારા સવારના સમયે જાસ્મિન અને ગુલાબ જેવા દુર્લભ ફૂલોને એકત્રિત કરે છે અને તેમાંથી જિગરાનાના પરફ્યુમ બનાવવામાં આવે છે. આ પરફ્યુમની સુગંધનો ઉલ્લેખ પ્રાચીન બજારો અને શાહી દરબારોમાં ઈતિહાસમાં જોવા મળે છે. મહેમાનોને જિગરાનાના પરફ્યુમ ભેટમાં આપવામાં આવ્યા હતા.