નેશનલ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકારને શું છૂપાવવાની ના પાડી?

નવી દિલ્હીઃ ભારતની રાજધાની દિલ્હીમાં અત્યારે દુનિયાભરના શક્તિશાળી દેશોના નેતાઓ હાજર છે અને આ તમામ નેતાઓ જી-20માં ભાગ લેવા માટે આવ્યા છે. આ સમિટને ધ્યાનમાં નવી દિલ્હીને ખરા અર્થમાં ”નવી” દિલ્હી બનાવી દેવામાં આવી છે. દિલ્હીના કેટલાક વિસ્તારને મોટા પડદા અને બોર્ડ લગાવીને ઢાંકી દેવામાં આવ્યા છે. હવે કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકાર પર આકરા પ્રહરો કર્યા હતા. તેમણે ટ્વીટમાં એવું કહ્યું હતું કે સરકાર દેશમાં આવેલા મહેમાનોથી ગરીબી અને જનાવરોને છુપાવી રહી છે. સરકારે ભારતની હકીકત મહેમાનો છુપાવવાની કોઈ જરૂર જ નથી.


અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં યોજાઈ રહેલી આ જી-20 સમિટ માટે છેલ્લાં એક મહિનાથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. દરમિયાન શહેરમાં કેટલાક એવા વિસ્તારો કે જ્યાં ઝૂંપડપટ્ટી આવેલી છે એવા વિસ્તારોને મોટા પડદા અને બોર્ડની મદદથી ઢાંકી દેવામાં આવ્યા છે. આ જ મુદ્દે રાહુલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
થોડાક દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં દિલ્હી અને કેટલાક વિસ્તારને પડદાથી ઢાંકી દીધેલા જોવા મળ્યા હતા અને લોકોએ સોશિયલ મીડિયા પર જાત જાતની પ્રતિક્રિયા આપી હતી.
અહીંયા તમારી જાણ માટે કે રાહુલ ગાંધી થોડાક દિવસ પહેલાં પોતાના ત્રણ દિવસીય વિઝિટ માટે યુરોપ પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ બ્રાસેલ્સમાં યુરોપીય સાંસદના કેટલાક સભ્યો સાથે બંધ બારણે એક બેઠક પણ કરી હોવાના સમાચાર સાંભળવા મળી રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button