Chandrayan-3 પણ જે ના કરી શક્યું એ જાપાનના SLIM Moon Probeએ કરી દેખાડ્યું… | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

Chandrayan-3 પણ જે ના કરી શક્યું એ જાપાનના SLIM Moon Probeએ કરી દેખાડ્યું…

જાપાનનું SLIM Moon Probeએ કામ કરી દેખાડ્યું છે જે ISROનું Chandrayan-3 પણ નહોતું કરી શક્યું. સ્લિમએ ચંદ્રની કાતિલ ઠંડી રાતમાં પણ સર્વાઈવ કરી લીધું છે અને ત્યાર બાદ તેણે જાપાની સ્પેસ એજન્સીનો સંપર્ક પણ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે જાપાનનું સ્લિમ લેન્ડર 19મી જાન્યુઆરી, 2024ના ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર દુનિયાનું પહેલું પ્રોબ બની ગયું હતું. બસ તે સીધું લેન્ડિંગ નહોતું કરી શક્યું અને તે ચંદ્ર પર પડી ગયું હતું. પણ બાદમાં જાપાની વૈજ્ઞાનિકોએ એને ઊભું કરી દીધું હતું. પછી એના સોલાર પેનલ પણ ચાર્જ થઈ.

જાપાની સ્પેસ એજન્સી JAXAએ ટ્વીટ કરીને આ બાબતની જાણ કરી હતી કે ગઈકાલે રાતે SLIMને એક મેસેજ મોકલ્યો હતો અને તેણે એ મેસેજ રિસીવ કરીને એનો જવાબ પણ આપ્યો હતો. આનો અર્થ એવો છે કે અમારા સ્પેસ ક્રાફ્ટે ચંદ્રની કાતિલ ઠંડીમાં સર્વાઈવ કરી લીધું છે. જોકે, આ કમ્યુનિકેશન થોડાક સમય માટે જ થઈ શક્યું હતું. જેવું તાપમાન સુધરશે એટલે તે ફરીથી પહેલાંની જેમ કામ કરશે. જાપાની સ્પેસ એન્જસીને આશા છે કે સ્લિમ મૂન પ્રોબ ફરી કામ કરશે, જ્યારે જાપાને આ સ્પેસક્રાફ્ટને ચંદ્રની રાત પર સર્વાઈવ કરવાલાયક નહોતું બનાવ્યું.

જાક્સાએ ટ્વીટ કર્યું હતું કે સ્લિમ સાથે થોડાક સમય બાદ કમ્યુનિકેશન તૂટી ગયું હતું, પરંતુ અત્યારે ચંદ્ર પર બપોરનો સમય છે અને જેવું તાપમાન થોડું નીચે આવશે એટલે અમે ફરી વખત એની સાથે કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરીશું. જાપાનનું સ્લિમ લેન્ડર ચંદ્ર પર ટાર્ગેટ લેન્ડિંગ સાઈટથી 180 ફૂટની અંદર જ લેન્ડિંગ કર્યું હતું. આ જગ્યા ચંદ્રના ઈક્વેટરથી દક્ષિણમાં હતી. લેન્ડિંગમાં થોડી ગડબડ થઈ અને તે ઊંધું થઈ ગયું. એની સોલાર પેનલ સૂરજથી વિપરીત દિશામાં હતા અને તેમ છતાં જ્યારે એક અઠવાડિયા બાદ તેની સોલાર પેનલ પર સૂર્યપ્રકાશ પડ્યો તો સ્લિમ કોમાથી બહાર આવીને કામ કરવા લાગ્યું હતું.


પહેલી ફેબ્રુઆરી,2024ના સ્લિમ લેન્ડર ફરી હાઈબરનેશનમાં જતું રહ્યું હતું એટલે કે ચંદ્રની લાંબા શિયાળાવાળી રાતમાં સ્લિપ મોડમાં જતું રહ્યું હતું. પણ હવે તે ફરી જાગી ગયું છે. પરંતુ ઈસરોનું ચંદ્રયાન-થ્રી આવું કરવામાં નિષ્ફળ રહ્યું હતું.

Back to top button