નેશનલ

ઓક્ટોબર-નવેમ્બરમાં હવાની ગુણવત્તા ખરાબ થવાના કારણો કયા છે?

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી દેશના મહાનગરોમાં હવામાં પ્રદૂષણ ખૂબ વધી ગયું હોવાના અનેક સમાચાર આવી રહ્યા છે. પાટનગર દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ ખરાબ નોંધવામાં આવી છે. દિલ્હી સાથે નોએડા અને ગ્રેટર નોએડાની હવા પણ શ્વાસ લેવામાટે હાનિકારક નોંધવામાં આવી હતી, પરંતુ ઓક્ટોબર-નવેમ્બરમાં પાટનગરમાં ઝેરી હવાનું પ્રમાણ વધી જાય છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

દિલ્હીમાં ઓક્ટોબર-નવેમ્બર માહિનામાં હવાની ગુણવત્તા ખરાબ થવા પાછળ અનેક કારણો જવાબદાર છે, જેમાં વાયુ પ્રદૂષણ મુખ્ય કારણ છે. ખેતીના પાકની કાપણી કર્યા બાદ બચેલા ઘાસ અને અન્ય વસ્તુઓ બાળવા, બાંધકામને લીધે ઊડતી ધૂળ, વાહનો, ઔધોગિક પ્રદૂષણ અને ફટાકડા વગેરે કારણો જવાબદાર છે. દિલ્હીનું હવામાન પણ હવામાનની સ્થિતિને બગાડવાનું કારણ બન્યું છે. શિયાળા દરમિયાન હવાની ઓછી અવરજવરને લીધે દિલ્હીના વિસ્તારોમાં પ્રદૂષણ કણો એક જગ્યાએ રહી જાય છે અને નીચે તરફ ફૂંકાતા પવનો પ્રદૂષિત હવાને ઉપર તરફ જતાં અટકાવે છે.

દિલ્હીમાં પ્રદૂષણનું ત્રીજું કારણ તેની ભૌગોલિક સ્થિતિ છે. દિલ્હીમાં જમીન અને હિમાલયને લીધે ત્યાં ધૂળ અને પ્રદૂષણ ત્યાં જમા થઈ જાય છે. દરમિયાન, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ) એ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા નવા અહેવાલમાં જણાવ્યું હતું કે ખુલ્લા મેદાનોના વિસ્તારોમાં ઘાસ સળગાવવી એ પણ દિલ્હીના વાયુ પ્રદૂષણ માટે જવાબદાર છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) મુજબ દર વર્ષે લગભગ ૭૦ લાખ લોકો ખરાબ હવા અને પ્રદૂષણમાં શ્વાશ લેવાથી મૃત્યુ પામે છે. જ્યારે હવામાં રહેલા સૂક્ષ્મ કણો ૨.૫ માઇક્રોમીટરથી નાના નોંધાય છે તો તે આપણા આરોગ્ય માટે હાનિકારક બની જાય છે. આ બારીક કણો આપણા રક્ત પ્રવાહમાં ભળી જાય છે અને હૃદય રોગ, ફેફસાની બીમારી અને કેન્સર જેવી અનેક જીવલેણી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.

હવા ઝેરી બનવાના અનેક કારણો છે જેમાં વાહનોમાંથી નીકળતો ધુમાડો, રસોઈ ગેસ, ધૂળ અને જંગલમાં લાગેઌ આગ અને જ્વાળામુખીમાથી નીકળતી રાખ અને ધૂમાડો જેવા અનેક કારણો જવાબદાર છે. હવામાં કણોની ઘનતા જેટલી વધારે હશે તેટલું હવામાં પ્રદૂષણ વધારે હશે જેને શૂન્યથી ૫૦૦ સુધી માપવામાં આવે છે. પચાસ અથવા તેનાથી નીચેના એક્યુઆઇને સુરક્ષિત માનવમાં આવે છે અને ૧૦૦થી ઉપરના એક્યુઆઇને હાનિકારક માનવમાં આવે છે.

દિલ્હીમાં એનસીઆરમાં વધતાં પ્રદૂષણને રોકવા હવા ગુણવત્તા પેનલ દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ પ્લાન (ગ્રેપ) લાદવામાં આવ્યો છે, જેમાં બિનજરૂરી બાંધકામ અને તોડફોડના કામો પર પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ આજે પણ દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button