દિલ્લી બ્લાસ્ટ કરનારો ડો. ઉમર કઈ એપથી ચેટ કરતો હતો કે ભારતીય ગુપ્તચર તંત્રને ખબર જ ના પડી ?

નવી દિલ્લીઃ રાજધાની દિલ્લીમાં 10 નવેમ્બરે સાંજે કારમાં થયેલા વિસ્ફોટમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ અને ફોરેન્સિક ટીમના જણાવ્યા મુજબ, વિસ્ફોટકથી ભરેલી હ્યુન્ડાઈ આઈ20 કારમાં રહેલો શખ્સ આતંકી ડૉ. ઉમર જ હતો. કારમાંથી મળેલા શબના ડીએનએ ટેસ્ટ ઉમરના પરિવારના સભ્યોના સેમ્પલ સાથે 100 ટકા મેચ થયો છે. જેનાથી સ્પષ્ટ થયું છે કે આતંકી ઉમરે જ દિલ્હી કાર બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. આ દરમિયાન એક મોબાઇલ એપનું નામ પણ સામે આવ્યું છે, જે સેશન એપ છે.
સૂત્રો મુજબ, ઉમર કટ્ટરપંથી થઈ ગયો હોવાની પરિવારને પહેલાથી જ ખબર હતી. તેમ છતાં તેમણે સુરક્ષા એજન્સીઓ જાણ કરી નહોતી. ઉમર તુર્કીના અંકારામાં બેઠેલા પોતાના હેન્ડલર સાથે સેશન એપ સાથે સતત સંપર્કમાં હતો. સૂત્રો મુજબ, માર્ચ 2022માં કેટલાક લોકો ભારતથી અંકારા ગયા હતા. જેમાં ઉમર સહિત ફરીદાબાદ ટેરર મોડ્યૂલમાં પકડાયેલા અન્ય શંકાસ્પદો પણ સામેલ હતા.
એપ છે એક પ્રાઇવેટ મેસેન્જર
આતંકી ઉમર જે એપથી સંપર્કમાં હતા તેનું નામ સેશન એપ છે. આ એક પ્રાઇવેટ મેસેન્જર છે. પ્લે સ્ટોર લિસ્ટેડ ડિટેલ્સમાં જણાવાયું કે, એક નવા ટાઇપનું પ્રાઇવેટ મેસેન્જર છે. જે માટે યુનિક નેટવર્કનો યુઝ કરી શકાય છે.
એકાઉન્ટ બનાવવા ઇમેલ આઈડી કે મોબાઇલ નંબરની પડતી નથી જરૂર
તેમાં કોઈ સેંટ્રલ સર્વર નથી. ઉપરાતંત એપ અંગે જણાવાયું છે કે તેનો ડેટા વેચવામાં આવતો નથી કે કોઈ તેને લીક કરી શકતું નથી. સેશન એપ ફુલ પ્રાઈવેટ એકાઉન્ટ ક્રિએશન છે. આ એપ પર એકાઉન્ટ બનાવવા માટે ફોન નંબર અને ઈમેલ આઈડી વગેરેની જરૂર પડતી નથી.
આપણ વાંચો: અલ-કાયદાના આતંકીઓ પર NIAની મોટી કાર્યવાહી: ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં દરોડા, બાંગ્લાદેશીઓ રડાર પર



