નેશનલ

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની મુશ્કેલી વધી, હુમાયુ કબીરે નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી

કોલકાતા : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદની પ્રતિકૃતિ રુપ મસ્જિદના શિલાન્યાસથી ચર્ચામાં આવેલા હુમાયુ કબીરે પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે. જેનું નામ જનતા ઉન્નયન પાર્ટી રાખવામાં આવ્યું છે. જેના લીધે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીની મુશ્કેલીમાં વધારો થશે. હુમાયુ કબીરે બે બેઠકો પર પોતે જ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે અન્ય બે લોકોને પણ ટીકીટ આપી છે.

હુમાયુ કબીર નવી પાર્ટીના અધ્યક્ષ

હુમાયુ કબીરે નવી પાર્ટીના નામની જાહેરાત કર્યા બાદ જણાવ્યું કે તેઓ મુર્શિદાબાદ જિલ્લાના રેજી નગર વિધાનસભા મતવિસ્તાર અને ભરતપુર વિધાનસભા મતવિસ્તારમાંથી બે બેઠક પર ચૂંટણી લડશે. આ ઉપરાંત જનતા ઉન્નયન પાર્ટીમાં હુમાયુ કબીર નામના ત્રણ અલગ અલગ વ્યક્તિને ચાર બેઠકો પર ટિકિટ આપી છે.

જયારે બીજા હુમાયુ કબીરના નામના વ્યક્તિને ભગવાન ગોલા વિધાનસભા મતવિસ્તારમાંથી ટિકિટ આપવામાં આવી છે. જયારે ત્રીજા ડૉ. હુમાયુ કબીરને રાની નગર વિધાનસભા મતવિસ્તારમાંથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત હાજી ઇમરાન હુસૈન ગ્રામીણ ખડગપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે. હુમાયુ કબીર નવી પાર્ટીના અધ્યક્ષ પણ છે.

અન્ય ત્રણ ઉમેદવારોની જાહેરાત

જનતા ઉન્નયન પાર્ટીના અન્ય ઉમેદવારોની વાત કરીએ તો, વહિદુર રહેમાન દક્ષિણ દિનાજપુર જિલ્લાના હરિરામપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે. મનીષા પાંડે મુર્શિદાબાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે. તેમજ મુશ્કેરા બીબી બોઇસનોબ નગરમાંથી ચૂંટણી લડશે.

ઓવૈસીની પાર્ટી, AIMIM સાથે ગઠબંધન કરશે

ટીએમસીમાંથી સસ્પેન્ડ થયેલા હુમાયુ કબીરે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી લડશે અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી, AIMIM સાથે ગઠબંધન કરશે. કબીર અગાઉ ટીએમસીમાંથી ધારાસભ્ય બની ચુક્યા છે.જોકે, બાબરી મસ્જિદની પ્રતિકૃતિ રુપ મસ્જિદના શિલાન્યાસની જાહેરાત બાદ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જયારે આજે એક નવી પાર્ટી બનાવી છે. ટીએમસીમાં જોડાતા પૂર્વે તેઓ કોંગ્રેસ અને ભાજપના સભ્ય પણ હતા. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે સિવિલ સર્વિસમાં સેવા આપી હતી.

આ પણ વાંચો…બાંગ્લાદેશમાં વધતી હિંસા, ઉસ્માન હાદી બાદ વધુ એક વિદ્યાર્થી નેતા પર ફાયરિંગ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button