નેશનલ

પશ્ચિમ બંગાળમાં ઇડીના દરોડોનો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, ઇડીએ કરી આ દલીલ

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પૂર્વે I-PAC કાર્યાલય પર ઇડીના દરોડાથી રાજકારણ ગરમાયું છે. જેમાં મમતા સરકારે તેને વિપક્ષ પર હુમલો ગણાવી રહી છે. જ્યારે ઇડીએ તપાસમાં અવરોધનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી ઇડીની અરજીમાં જણાવાયું છે કે ગુરુવારે જ્યારે એજન્સીએ ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC) ના મુખ્યાલય અને કોલકાતામાં તેના ડિરેક્ટર પ્રતીક જૈનના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યારે તેમને રાજ્ય સરકાર અને પોલીસ વહીવટીતંત્ર તરફથી અવરોધોનો સામનો કરવો પડ્યો.

રાજ્ય સરકારને એજન્સીઓના કામમાં દખલ કરવાનો અધિકાર નથી

ઇડીએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે તેને નિષ્પક્ષ અને કોઈપણ દબાણ વિના તેની તપાસ કરવાની મંજૂરી આપવામાં આવે. એજન્સીએ એમ પણ કહ્યું કે કોઈપણ રાજ્ય સરકારને કેન્દ્રીય તપાસ એજન્સીઓના કામમાં દખલ કરવાનો અધિકાર નથી.

આ પણ વાંચો : ફોરેક્સ ટ્રેડિંગના નામે મોટું કૌભાંડઃ ઇડીએ 170 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા, યુપી-હરિયાણામાં દરોડો

ઇડી અને ટીએમસી આ કેસમાં એકબીજા વિરુદ્ધ પોલીસ દાખલ કરી

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે મમતા સરકારે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી હતી. આ કેવિયેટમાં, બંગાળ સરકારે વિનંતી કરી હતી કે સુપ્રીમ કોર્ટ કોઈપણ આદેશ આપતા પહેલા તેનો પક્ષ સાંભળે. આ કેસમાં ગુરુવારે ઇડીએ કોલસાની દાણચોરી અને મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં I-PAC ના કોલકાતા કાર્યાલય અને તેના ડિરેક્ટર પ્રતીક જૈનના ઘર પર દરોડા પાડ્યા હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ એજન્સીનો દાવો છે કે તેમણે સર્ચ સાઇટ્સમાં પ્રવેશ કર્યો હતો અને મહત્વપૂર્ણ પુરાવા જેવા કે દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ લીધા હતા. જેની બાદ ઇડી અને ટીએમસી આ કેસમાં એકબીજા વિરુદ્ધ પોલીસ દાખલ કરી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button