નેશનલ

West Bengal માં BJPની મહિલા કાર્યકરને નિર્વસ્ત્ર કરીને માર મરાયો, રાજકીય ઘમાસાણ

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના(West Bengal)કૂચ બિહારમાં 32 વર્ષની મહિલાને નિર્વસ્ત્ર કરીને માર મારવાના મામલાને લઈને રાજકીય હંગામો શરૂ ગયો છે. ભાજપનો(BJP)દાવો છે કે પીડિતા પાર્ટીના લઘુમતી મોરચાની ઉપાધ્યક્ષ છે. ભાજપે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને પત્ર લખીને ઘટનાની તપાસ માટે તેની ટીમ રાજ્યમાં મોકલવા જણાવ્યું છે. સાથે જ ટીએમસીએ ભાજપ પર સંકુચિત રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસનું કહેવું છે કે ખોટી માહિતી આપીને ઘટનાને સાંપ્રદાયિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે તે પારિવારિક વિવાદ હતો.

મારી પુત્રી સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા હતા

પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદને કારણે પડોશીઓએ તેમની પુત્રી પર હુમલો કર્યો હતો. પાડોશી સાથે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પીડિતાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મારી પુત્રી સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા હતા. આ પછી, તેઓએ તેને વાળથી ખેંચી, તેને નિર્વસ્ત્ર કરી અને માર માર્યો. આ પછી તેને ધમકી આપીને રસ્તા પર છોડી દીધી હતી. તેણે પોતાની ફરિયાદમાં કોઈ રાજકીય પક્ષનું નામ લીધું નથી. જોકે, બાદમાં તેણે પત્રકારોને જણાવ્યું હતું કે તેની પુત્રી પર હુમલો કરવામાં આવ્યો હતો કારણ કે તે ભાજપની કાર્યકર હતી.

| Also Read: મણિપુરમાં બિરેન સિંહની મુખ્ય પ્રધાન પદ પરથી હકાલપટ્ટી થઇ શકે છે! કેટલાક વિધાનસભ્યો દિલ્હી પહોંચ્યા

ટીએમસી મહિલાઓએ તેને નિર્વસ્ત્ર કરીને પાણીમાં ડુબાડવાનો પ્રયાસ કર્યો

કૂચ બિહારની એમજેએન હોસ્પિટલમાં પીડિતાએ જણાવ્યું કે ટીએમસી મહિલાઓએ તેને નિર્વસ્ત્ર કરીને પાણીમાં ડુબાડવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે જો તે ટીએમસીમાં નહીં જોડાય તો તેને વધુ હેરાન કરવામાં આવશે. જ્યારે હું બેભાન થઈ ત્યારે મને મુક્ત કરવામાં આવી. તેઓ ચોથી જૂનથી મને નિશાન બનાવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાના બનેવીની પણ ફોટોગ્રાફ લેવા અને અફવા ફેલાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

મારામારીના કારણે પીડિતાના કપડા ફાટ્યા : પોલીસ

પોલીસનું કહેવું છે કે, ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે મહિલાને નિર્વસ્ત્ર કરી મારવામાં આવી હતી અને તેની પાછળ રાજકીય હેતુ હતો. આ ઘટનાને સાંપ્રદાયિક અને રાજકીય રંગ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે. પોલીસે જણાવ્યું કે પીડિતા અને ગામની મહિલાઓ વચ્ચે અગાઉ કોઈ વિવાદના કારણે ઝઘડો થયો હતો. મારામારીના કારણે પીડિતાના કપડા ફાટી ગયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો