એનડીએમાં સ્વાગત છેઃ યોગીના પ્રધાને માયાવતી માટે કરી મોટી વાત
લખનઊઃ આગામી સામાન્ય લોકસભા 2024ની ચૂંટણીને (Loksabha Election 2024) લઈને દરેક રાષ્ટ્રીય કે સ્થાનિક પાર્ટીઓ પોતાની કમર કસી રહી છે. દરેક પાર્ટી પોતપોતાની રણનીતિને મેદાને ઉતારવાની કોશિશ કરી રહી છે. તેવામાં ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી અને પાર્ટી પ્રમુખનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન પ્રદેશનાના પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીને લઈને છે.
પાર્ટી પ્રમુખ સંજય નિષાદને જ્યારે પત્રકારોએ પૂછ્યું કે શું લોકસભામાં ચુંટણીમાં બહેનજી (માયાવતીને)ને સાથે લઈ આવશો? ત્યારે જવાબમાં સંજય બોલ્યા હતા કે ‘જે કોઈ પણ લોકો અમારી નીતિઓથી સહમત હશે અમે તેનું સ્વાગત કરીશું. બહેનજીએ દલિતો અને પછાતોનો અવાજ ઉઠાવ્યો છે’.
માન્યવર કાંશીરામ યાદ કરતાં તેને વધુમાં કહ્યું કે જ્યારે તેઓ આવ્યા ત્યારે દરેક ધર્મ અને દરેક જાતિનું નેતૃત્વ રહ્યું. કાંશીરામના કામ જે અધૂરા રહી ગયા છે તે આજે સીએમ યોગી (CM Yogi) અને પીએમ મોદી (PM મોદી) કરી રહ્યા છે. આજે જ્યારે અમે તેના લોકોના કામ પૂરા કરી રહ્યા છીએ કે જે તેના અધૂરા સપના પૂરા કરી રહ્યા છે તો સમય આવતા તે પણ આવી શકે છે. તેને કહ્યું કે અમે જનતા સાથે આગળ વધી રહ્યા છીએ, અમે જનતાને આગળ વધારી રહ્યા છીએ એટ્લે અમે આગળ છીએ. 70 વર્ષ બાદ PM મોદીએ રામનું નામ લીધું, તે પહેલા કોઈએ લીધું ન હતું.
આપને જણાવી દઈએ કે યુપીના રાજકારણમાં પ્રાદેશિક પક્ષોની પકડ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ પક્ષોની વોટબેંક પણ ખાસ છે. માયાવતીએ BSP નેતાઓ સાથે બેઠક બનાવીને ચોખ્ખું કહી દીધું હતું કે તેઓ લોકસભાની ચૂંટણી એકલા હાથે જ લડશે.
લોકસભા ચૂંટણી 2024 માટે યુપીમાં, SP,કોંગ્રેસ અને RLD I.N.D.I.A ગઠબંધનનો ભાગ છે. જ્યારે બીજેપી NDAમાં અપના દળ (એસ), સુભાસપા અને નિષાદ પાર્ટી છે. I.N.D.I.A ગઠબંધન અને NDA દ્વારા લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારોની કોઈ સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી નથી. જોકે, સપાએ તેના 16 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.