Weather Update: દિલ્હીમાં સામાન્ય વરસાદ બાદ ઠંડી વધી, લધુત્તમ તાપમાન હજુ ઘટશે
નવી દિલ્હી: દિલ્હીના કેટલાક વિસ્તારોમાં રવિવારે રાત્રે હળવો વરસાદ(Weather Update) થયો હતો. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જોકે, વરસાદ બાદ રાજધાનીમાં ઠંડીએ જોર પકડ્યું છે વરસાદને કારણે પ્રદૂષણનું સ્તર ઘટવાની ધારણા છે. એવું માનવામાં આવે છે કે આગામી થોડા દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધુ ઘટાડો થઈ શકે છે.
આ પણ વાંચો: Weather Update : દેશના અનેક રાજ્યોમાં ઠંડીની શરૂઆત, દક્ષિણના રાજ્યોમાં વરસાદની આગાહી
લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું
દિલ્હીમાં આજે સવારે AQIનું સરેરાશ સ્તર 272 નોંધાયું હતું. જે ખરાબ શ્રેણીમાં આવે છે. જો કે, આનંદ વિહારમાં AQI 352 અને બવાનામાં 324 નોંધાયો હતો જે ખૂબ જ નબળી શ્રેણીમાં ગણાય છે. હવામાન વિભાગે મોડી સાંજે વરસાદની આગાહી કરી હતી. આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે.
દિલ્હીમાં સવારે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સવારે રાજધાનીમાં ધુમ્મસની ચાદર ઘેરાઈ ગઈ હતી. હવામાન વિભાગે તેની આગાહીમાં કહ્યું હતું કે આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થશે.
દિલ્હી સિવાય આ સ્થળોએ વરસાદની સંભાવના છે
દિલ્હી ઉપરાંત પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, પૂર્વ મધ્યપ્રદેશ, મરાઠવાડા, વિદર્ભ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટકના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આગામી પાંચ દિવસની હવામાનની આગાહી પર નજર કરીએ તો ઉત્તર અને મધ્ય ભારતમાં તાપમાન વધુ ઘટશે. બંને વિસ્તારોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે.