નેશનલસ્પેશિયલ ફિચર્સ

હવે લા નીનોને કારણે ઠંડીનું આગમન વિલંબમાં મૂકાયુ

તમે ઘણી વાર સમાચારમાં અલ નીનો અને લા નીનો વિશs વાંચ્યું હશે, પણ આ બંને કેવી સ્થિતિ છે એ વિશે કદાચ તમારી પાસે માહિતી નહીં હોય. તો સૌથી પહેલા તો અલ નીનો અને લા નીનો શું છે એ તમને જણાવી દઇએ. આ બંને શબ્દ આબોહવાની ઘટના વર્ણવે છે. અલ નીનોનો સીધો સંબંધ ઉનાળા સાથે છે અને લા નીનોનો સીધો સંબંધ શિયાળા સાથે છે. વિશ્વમાં કોઈપણ દાયકાનું સૌથી ગરમ વર્ષ અલ નીનો તરીકે અને સૌથી ઠંડુ વર્ષ લા નીનો તરીકે ઓળખાય છે. અલ નીનોમાં ભારે ગરમી પડે છે તો લા નીનોમાં હાડ થીજાવતી ઠંડી પડે છે.

દેશમાં સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં તો મસ્ત ગુલાબી ઠંડીનું આગમન થઇ જતું હોય છે, પણ આ વખતે દિવાળી વીતી ગઈ છે તોય ઠંડીએ હજુ હાજરી નોંધાવી નથી. હવામાન વિભાગ હજુ સ્પષ્ટપણે કહી શક્યું નથી કે શિયાળો ક્યારે આવશે? આનું મુખ્ય કારણ એ છે કે લા નીના નામની આબોહવાની ઘટના હજી વિકસિત થઈ નથી. હવામાન વિભાગે કહ્યું છે કે હજી પણ આગામી બે સપ્તાહ સુધી સમગ્ર દેશમાં ગરમીનું મોજું જોવા મળશે. ત્યાર બાદ જ હવામાનમાં થોડો ફેરફાર થવાની સંભાવના છે. જો કે, હવામાન વિભાગે હજુ પણ શિયાળાના આગમનની સ્પષ્ટ આગાહી કરી નથી.

આ પણ વાંચો : શિયાળાનું સુપરફૂડ છે આમળા, નિયમિત સેવનથી થાય છે અનેક ફાયદા…

ભારતીય વેધશાળા (IMD)ના વડાએ તો સ્પષ્ટ જણાવ્યું છે કે આ વખતે લા નીના હજી સુધી વિકસિત થયું નથી. આથી હવામાન વિભાગ હાલ શિયાળા વિશે સ્પષ્ટ આગાહી કરી શકે તેમ નથી. લા નીના એક આબોહવાની ઘટના છે , જેમાં કડકડતી ઠંડી પડે છે. લા નીના માંસામાન્ય રીતે શિયાળા દરમિયાન ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાનમાં ઘટાડો થાય છે અને કડકડતી ઠંડી પડે છે. આ વખતે સાનુકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં લા નીનાની સ્થિતિ હજુ કેમ વિકસિત નથી થયું તે જાણવા માટે સંશોધન ચાલી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button